મોરબીના લખધીરપુરમાં લાભાર્થીઓના પ્લોટમાં કરેલ દબાણ હટાવતું તંત્ર
લખધીરપુર ગામે ગરીબ લાભાર્થીઓને 100 ચો.વાર પ્લોટ આપવા માટે નીમ થયેલ 1 વીઘા જમીન પર કરવામાં આવેલ દબાણ આજે દુર કરવામાં આવ્યું હતું અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
લખધીરપુર ગ્રામ પંચાયતની સર્વે નં 72/1 પૈ 1 ની નવા ગામતળની જમીનમાં લખધીરપુર ગામના રહીશ દેવજીભાઈ ગંગારામભાઈ ખાણધર દ્વારા આશરે 1 વીઘાની સરકારી જમીનના દબાણ કર્યું હતું જે જમીન ગરીબ લાભાર્થીઓને 100 ચો.વાર પ્લોટ આપવા માટે નીમ થયેલ હતી જેથી તાલુકા પંચાયત કચેરી અને લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 105 અંતર્ગત કાર્યવાહી કરી દબાણો હટાવવામાં આવ્યા હતા દબાણકર્તાએ સ્વૈચ્છિક દબાણો ના હટાવતા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી
દબાણ હટાવવાની કામગીરી સમયે સરપંચ ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમાર, ઉપસરપંચ વિનોદભાઈ ખોડાભાઈ અજાણા, તલાટી કમ મંત્રી હેતલબેન ગોહેલ , ટીડીઓ પી એસ ડાંગર, વિસ્તરણ અધિકારી સી એમ ભોરણીયા, વિસ્તરણ અધિકારી એચ ડી રામાનુજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આશરે 1 વીઘાથી વધુની ગામ તળની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી જે જગ્યે ટૂંક સમયમાં ગરીબ લાભાર્થીને 100 ચો. વાર પ્લોટ સોપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.