ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પોરબંદરના આડોદર ગામે 40 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું

11:51 AM May 13, 2025 IST | Bhumika
Advertisement

પોરબંદર જીલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીના આદેશ મુજબ પોરબંદર જિલ્લામાં કરોડો રૂૂપિયા ની કિંમતી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો સંબંધિત મામલતદારો ધડાધડ હટાવી રહ્યા છે. અને કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી છે.

Advertisement

પોરબંદર સોમનાથ નેશનલ હાઇવે રોડ પર આવેલ ઓડદર ગ્રામ પંચાયત ની અંદર આવતા રંગબાઈ મંદિર સામે પૂર્વ તરફની સરકારી રેવન્યુ સર્વે નંબર 2056 માં ગેરકાયદેસર 24 જેટલાં દબાણો ઉપર બુલડોઝર ફેરવી અંદાજે 40 કરોડ રૂૂપિયાની જમીન ખુલ્લી કરવાવતા દબાણ કર્તાઓ માં ભારે ફફડાટ મચી ગયો છે.

રેવન્યુ સર્વે નંબર 2056માં દબાણ કર્તાઓ સામે મામલતદાર પોરબંદર (ગ્રામ્ય) દ્વારા જમીન મહેસુલી કાયદા ની કલમ 61 મુજબ કેસ દાખલ કરી દબાણકર્તાઓને રૂૂબરૂૂ સાંભળવામાં આવેલ. અને દબાણો સ્વેચ્છાએ દુર કરવા હુકમ કરવામાં આવેલ હતો.

આ ડિમોલેશન ઝુંબેશ અંતર્ગત પોરબંદર જીલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી ની સુચના મુજબ પોરબંદર નેશનલ હાઇવે રોડ પર રંગબાઈ મંદિર સામે પૂર્વ તરફ 24 દબાણ કર્તાઓએ સરકારી જમીનો ઉપર કબ્જો જમાવ્યો હતો. ત્યારે સરકારી કાયદાકીય અનુસાર નોટિસો આપ્યા બાદ અને વધુ મુદત માટે મહેસુલી જમીનની કલમ-202 ની નોટિસ મારફતે જાણ કરવામાં આવેલ અને 15 દિવસની મહેતલ આપવામાં આવેલ આમ છતાં દબાણ કર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દુર કરવામાં આવેલ નહી.

આખરે જીલ્લા કલેકટર ની સુચના મુજબ દબાણો દુર કરવા પોરબંદર મામલતદાર (ગ્રામ્ય) ના કે.જે. મારૂૂ, સર્કલ ઓફિસર માધવપુર ના અંકુરભાઈ વિ. પરમાર, સર્કલ ઓફિસર પોરબંદર ના પી. એચ. સોલંકી, મહેસુલી તલાટી ઓડદર ના સુશ્રી ભાવિષાબેન એસ. થાનકી સહિત ની ટીમ દ્વારા તા.07 થી 09/05/ 2025 એમ ત્રણ દિવસ સુધી સરકારી રેવન્યુ સર્વે નંબર 2056 માં કરવામાં આવેલ દબાણો દુર કરવા બે જેશીબી મશીનો દ્વારા ડિમોલિશન ની કામગીરી હાથ ધરાવામાં આવી હતી. અને 24 જેટલાં દબાણો દુર કરતા કુલ 1,75,880 ચોરસ મીટર જમીનમાંથી રહેણાંક મકાન સિવાય ની 1,52,000 ચોરસ મીટર જેટલી જમીન કે જેની આશરે કિંમત 40 કરોડ રૂૂપિયા થાય છે તે જમીન પર કરેલા દબાણો દુર કરવામાં આવ્યા છે. અને હજુ પણ બાકી રહેતા અન્ય દબાણો આજે સોમવારે દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ પોરબંદર મામલતદાર ગ્રામ્ય દ્વારા જણાવવામાં આવેલ છે.

Tags :
Demolitiongujaratgujarat newsPorbandarPorbandar news
Advertisement
Next Article
Advertisement