ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરાયું
11:44 AM Apr 23, 2025 IST
|
Bhumika
Advertisement
1,78,000 ચોરસ મીટર ગૌચરની જમીન ખૂલ્લી કરાવાઈ
Advertisement
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરી અંતર્ગત 26 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે કુલ 1,78,000 ચોરસ મીટર ગૌચરની જમીન ખૂલ્લી કરાઈ હતી. આશરે રૂૂ. 6 કરોડ 50 લાખ કિંમતની જમીનને ગ્રામ પંચાયત દ્વારા જેસીબી તેમજ ટ્રેકટરની મદદથી ખૂલ્લી કરાવવામાં આવી હતી.
હજુ વહીવટી તંત્ર દ્વારા બાકી રહેલા દબાણ ખૂલ્લું કરવાની કામગીરી પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવશે.
આ ઉપરાંત આવતીકાલથી મહોબતપરા ગામે પોલીસ પ્રોટેક્શન હેઠળ ગૌચરની જમીનમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
Next Article
Advertisement