પાર્કિંગ માટે ફાળવેલા 70 પૈકી 17 પ્લોટ પર દબાણો
મહાનગરપલિકાની માલીકીના પ્લોટ રેઢાપડ પડ્યા હોય તેમ અવાર નવાર દબાણ કરતાઓ કબ્જો જમાવી દેતા હોય છે. આ પ્લોટનો ઉપયોગ કરવાનો થાય ત્યારે મનપાના અધિકારીઓને દબાણો દેખાતા હોય છે. તેવુ જ ફરી એક વખત બનવા પામ્યું છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં 70 પ્લોટની ફાળવણી કરી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા માંગવામાં આવેલ પ્રશ્ર્નના જવાબમાં ટીપી વિભાગના અધિકારીઓએ લેખીતમાં કબુલ્યુ છે કે, 70 પૈકી 17 પ્લોટ ઉપર દબાણો થઈ ગયા છે. જેના લીધે મહાનગરપાલિકાને હવે દબાણો હટાવી પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં વધુ સમય લાગશે.
મહાનગરપાલિકાની માલીકીના મુખ્યમાર્ગો ઉપર આવતા તેમજ બજાર વિસ્તારોના ખાલી પ્લોટ ઉપર પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ટીપી સ્કિમમાંથી મળેલા મનપાના નાના મોટા અસંખ્ય પ્લોટ ઉપર દબાણો થઈ ગયાની કાગારોળ અગાઉ પણ ઉઠવા પામી છે. છતાં તંત્ર દ્વારા આજ સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. થોડા સમય પહેલા સરકારની સૂચના બાદ મનપાએ તેમના પ્લોટ ઉપર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જે થોડો સમય ચાલ્યા બાદ બંધ થઈ ગઈ છે. જેનું મુખ્ય કારણ ટાઉન પ્લાનીંગ વિભાગના જળમુળથી ફેરફારોક રાતા આજે ખાલી પ્લોટ અંગેની વિગત પણ ટીપી વિભાગ પાસેથી જાણવા મળી શકતી નથી. જેની સામે એસ્ટેટ વિભાગ દ્વારા પે એન્ડ પાર્કિંગ માટે પ્લોટની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે મુજબ ત્રણેય ઝોનના 70 પ્લોટ ઉપર પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાાથ ધરવામાં આવેલ જેમાં અમુક પ્લોટ ઉપર દબાણો હોવાનું ખુલ્યું હતું.
ત્યાર બાદ આ પ્રકરણને ઢાકી દેવામાં આવેલ પરંતુ જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નોના જવાબમાં અધિકારીઓએ લેખીતમાં ખુલાસો કર્યો છે. જે મુજબ સેન્ટ્રલઝોનમાં 16, વેસ્ટ ઝોનમાં-36 અને ઈસ્ટઝોનમાં 10 સહિત 70 પ્લોટ ઉપર પે એન્ડ પાર્કિંગ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં 17 પ્લોટ ઉપર મામુલી દબાણો હોય તે ખાલી કરાવવામાં આવ્યા હતાં. જ્યારે બાકી હજુ પણ 17 પ્લોટ ઉપર દબાણો હોવાથી પ્રક્રિયા હાલ બંધ થવાની સ્થિતિમાં મુકાઈ ગઈ છે.
મહાનગરપાલિકા દ્વારા તેમની માલીકીના ખાલી પ્લોટ ઉપર પે એન્ડ પાર્કિંગ માટે એજન્સીઓને કામ આપવામાં આવી રહ્યુ છે. જેના માટે પ્લોટની તપાસ કરી પ્લોટની માપસાઈઝ અનેલોકેશન મુજબ એજન્સી સાથે ભાવ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે 70 પ્લોટ ઉપર પે એન્ડ પાર્કિંગ બનાવવા માટે પ્લોટનો સર્વે કરવામાં આવેલો ત્યારે દબાણ યુક્ત પ્લોટ અધિકારીઓના ધ્યાને કેમ ન આવ્યા કે આંખ આડા કામ કરવામાં આવ્યા તે મુદ્દે પણ ભારે ચર્ચા જાગી છે. છતાં ડિમોલેશનની કામગીરી હાલ સ્થગિત હોવાથી દબાણ યુક્ત 17 પ્લોટ ઉપર આવનાર દિવસોમાં પે એન્ડ પાર્કિંગ થઈ શકે તેવી સ્થિતિ ન હોવાનું જાણકાર કહી રહ્યા છે.