માંગરોળમાં મોડીરાત્રે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બે ધર્મસ્થળોનું દબાણ હટાવાયું
12:25 PM Sep 15, 2025 IST
|
Bhumika
Advertisement
જૂનાગઢ - જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળો વેરાવળ-પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા હતા અને ટ્રાફિકને અવરોધરૂૂપ થતા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
Advertisement
કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. એસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત લગભગ 300 પોલીસ કર્મચારીઓ અને 150 જીઆરડી તથા હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ડિમોલિશન દરમિયાન કેટલાક માર્ગો પણ રાત્રિના સમયે બંધ કરવામાં આવ્યા હતા.
Next Article
Advertisement