For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપરથી દબાણ કે સમાધાન ? રામભાઇને મનગમતી જમીન ફાળવાઇ

04:06 PM Sep 15, 2025 IST | Bhumika
ઉપરથી દબાણ કે સમાધાન   રામભાઇને મનગમતી જમીન ફાળવાઇ

સાત-સાત વખત પેન્ડિંગ રહેલ દરખાસ્ત મંજૂર કરવા ઇમર્જન્સી સ્ટેન્ડિંગ બોલાવવાની ફરજ પડી કે પડાઇ, ભારે ચર્ચા

Advertisement

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક આજ રોજ મેળલ કમિશનગર વિભાગમાંથી રજૂ થયેલ 33 દરખાસ્ત પૈકી કનક રોડ ફાયર સ્ટેશનની દરખાસ્ત નામંજૂર કરી રીટેન્ડર આદેશ આપી બાકીની તમામ દરખાસ્ત નો રૂા. 114 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લી સાત સાત સ્ટેન્ડિંગમાં ચર્ચા માટે પેન્ડિંગ રાખવામાં આવેલ શીતલપાર્ક રોડમાં કપાતના વળતરની એક ખાસ વ્યકિતની દરખાસ્ત આજે મંજૂર કરી તેમની મન ગમતા સ્થળે જગ્યા ભાળવવામાં આવી હતી. જાણ કારોના મતે અસરગ્રસ્ત સાથે મતભેદ હોય કે, અન્ય કારણોસર આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી રહી હતી. પરંતુ ભારે ચર્ચા જાગ્યા બાદ ઉપરથી દબાણ આવ્યુ હોય કે, સમાધાન થયુ હોય આ દરખાસ્ત તાત્કાલીક મંજૂર કરવા માટે વહેલી ઇમરજન્સી સ્ટેન્ડિંગ બોલવવામાં આવી છે અને ચર્ચાસ્પદ દરખાસ્તને મંજૂર કરી અસરગ્રસ્ત રામભાઇ હરજીભાઇ મોકરીયાની કપાત ગયેલ 246.83 ચોરસ મીટર જગ્યાની સામે બાજુમાં આવેલ મનપાની માલિકીના પ્લોટ નં.આર 9માં એટલી જ જગ્યા ફાળવવામાં આવી છે. એક દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવેલ.

આજની સ્ટેન્ડિંગમાં શીતલપાર્ક મેઇન રોડ પહોંળ કરવા દબાણમાં આવતી મીલ્કતોના વળતર પેેટે આપવામાં આવતી જગ્યા માટેની અન્ય અસરગ્રસ્તોની દરખાસ્ત મજૂર કર્યા બાદ ફકત એક જ વ્યકિતને વળતર ચૂકવવામાં ધાધીયા કરવામાં આવી રહ્યા હતા. જેમાં સદર 9.00 મીટર ટી.પી. રસ્તાને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત 12.00 મીટર પહોળાઈનો કરતા હયાત રસ્તાની બન્ને બાજુ 1.50 મીટરની કપાત થાય છે. જેમાં કુલ 11 અંતિમખંડોની જમીન સંપાદન થાય છે. જેમાં કુલ-7 ખાનગી માલિકીના અંતિમખંડોની જમીન 1062.13 ચો.મી. સંપાદન થાય છે. તથા કુલ-1 સરકાર, કલેકટર, રાજકોટ જીલ્લાના અંતિમખંડની જમીન 178.05 ચો.મી. સંપાદન થાય છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાને સંપ્રાપ્ત થયેલ કુલ-3 અનામત પ્લોટોની જમીન 324.36 ચો.મી. મળીને કુલ-11 અંતિમખંડોની કુલ જમીન 1564.54 ચો.મી. સંપાદન થાય છે.

Advertisement

ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લઇ સદરહું લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ" અંતર્ગત સંપાદન થતી કુલ-7 ખાનગી માલિકો (અસરગ્રસ્તો) પૈકી 3 અસરગ્રસ્તો દ્વારા સંપાદન થતી જમીનની સામે રાજકોટ મહાનગરપાલિકામાં બિલ્ડીંગ પ્લાન રજુ કરી માર્જીન, પાર્કિંગ તથા એફ.એસ.આઈ.નો લાભ મેળવી લીધેલ છે. તથા 2અસરગ્રસ્તો બચત રહેતી જમીનમાં ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકામાં બિલ્ડીંગ પ્લાન રજુ થયે વૈકલ્પિક વળતરરૂૂપે માર્જીન, પાર્કિંગ તથા એફ.એસ.આઈ.નો લાભ આપવાનો રહે છે. તેમજ 2 અસરગ્રસ્તો દ્વારા સંપાદન થતી જમીન સામે વૈકલ્પિક વળતરરૂૂપે જમીન નીચે જણાવેલ શરતોને આધિન ફાળવવાનું મંજુર કરી સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભામાં રજુ કરવામાં આવેલ જેમાં બાકી રહેલ રામભાઇ હરજીભાઇ મોકરીયાની કપાત ગયેલ 246.83 ચોરસ મીટર જગ્યાની સામે બાજુમાં આવેલ મનપાની માલિકીના પ્લોટ નં.આર 9માં એટલી જ જગ્યા ફાળવવામાં આવી છે. એક દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવેલ.

જગ્યા ફાળવતી વખતે શરતો રાખવામાં આવી છે. જેમાં વૈકલ્પિક જમીન 99 વર્ષના લીઝ ઉપર આપવામાં આવશે અને જેનું લીઝ ભાડું રૂૂપિયા 1/-પ્રતિ ચો.મી. લેખે તમામ રકમ એક સાથે લીઝ ડીડ કરતા પહેલા એડવાન્સમાં જમા કરાવવાનું રહેશે. વૈકલ્પિક ફાળવેલ જમીન પૈકીની જમીન ટ્રાન્સફર કરતી વખતે રાજકોટ મહાનગરપાલિકાની અગાઉથી મંજુરી લેવાની રહેશે અને જે તે સમયની બજાર કિંમતના 10% લેખે ટ્રાન્સફર ફી રાજકોટ મહાનગરપાલિકામાં જમા કરાવવાની રહેશે. લીઝ ડીડનો તમામ ખર્ચ જમીન મેળવનાર અસરગ્રસ્તએ ભોગવવાનો રહેશે. લીઝ ભાડા ઉપરાંત ધારા-ધોરણ મુજબના અન્ય તમામ સરકારી/અર્ધ સરકારી તથા રાજકોટ મહાનગરપાલિકાના કરવેરા લીઝ હોલ્ડરે ભરવાના રહેશે, તેમજ ભવિષ્યમાં આવા વેરા, સેસ વિગેરે લાગુ પડે તે તમામ કર લીઝ હોલ્ડરે ભરવાનો રહેશે.

સ્પોર્ટ્સ કિટનું વોર્ડ વાઇઝ થશે વિતરણ
મહાનગરપાલિકા દ્વારા એનજીઓ તથા સંસ્થાઓ અને મંડળો સહિતનાને સ્પોર્ટ્સ કિટ આપવામાં માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કમિટીની રચના કરવામાં આવેલ જેના દ્વારા આજે નિર્ણય લેવામાં આવેલ કે, કિટનું વિતરણ વોર્ડ વાઇઝ કરવા માટે વોર્ડના કોર્પોરેટરો તેમજ અન્ય મંડળો તથા સક્રિય એનજીઓ પાસેથી અભિપ્રાય લઇ સ્પોર્ટ્સ કિટનુ વિતરણ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement