રાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક
જૂનાગઢ આઈજી નિલેેશ જાંજડિયા અને કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સહિત 9ને પ્રતિષ્ઠિત સેવા અને હોમગાર્ડ તેમજ સિવિલ સર્વિસ માટે 6ને રાષ્ટ્રપતિ ચંદ્રક
રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સહિત ગુજરાતના 17 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. વિશિષ્ટ સેવા બદલ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તથા ડીવાયએસપી દિગ્વીજયસિંહ ચુડાસમાને જ્યારે પ્રતિષ્ઠિત સેવા માટે જનાગઢ આઈજી નિલેશ જાંજડિયા તથા કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગકોરડિયા સહિત 9 ને તેમજ હોમગાર્ડ અને સિવિલ સર્વિસના છ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 26મી જાન્યુઆરી 2025 પૂર્વે પોલીસ તેમજ આર્મી સહિતના વિભાગોમાં વિશિષ્ટ સેવા તથા પ્રતિષ્ઠિત સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના 17 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ તેમજ પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડની જાહેરાત થઈ છે. તેમજ સિવિલ અને હોમગાર્ડ સર્વિસના 6 અધિકારીઓને પણ રાષ્ટ્રપતિ ચંદ્રકની એનાયત કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકની કરાયેલી જાહેરાતમાં વિશિષ્ઠ સેવા માટે રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તેમજ ડિવાયએસપી દિગ્વિજયસિંહ ચુડાસમાને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. જ્યારે પ્રતિષ્ઠિત સેવા માટે જે 9 અધિકારીઓને રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત સેવા મેડલની જાહેરાત કરવામાં આવી છે. તેમાં જૂનાગઢ આઈજી નિલેશ જાંજડિયા, કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ ડિવાયએસપી એઆર પાંડોર સાથે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દેવાસ બી બારડ, કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ દિલિપસિંહ યાદવ, એએસઆઈ હિરેનભાઈ બાબુલાલ વરાણવા પીએસઆઈ પી.જે. પટેલ, હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર આનંદ પ્રકાશ નેગી, હેમાંગ કુમાર મહેશકુમાર મોદીના નામે જાહેરાત થઈ છે. ઉપરાંત સિવિલ અને હોમગાર્ડ સર્વિસ માટે જે છ નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતના કમાન્ડીંગ ઓફિસર વિકાસભાઈ રામકૃષ્ણ પાટીલ, પ્લાટુન કમાન્ડર ગીતાબેન સવજીભાઈ ગોહિલ, હવલદાર તુલશીભાઈ આલુભાઈ ઝાલા, ડિવિઝન વોર્ડન જાલમભાઈ વસરામભાઈ મકવાણા, ડેપ્યુટી ચીપ વોર્ડન જયેશભાઈ દેવજીભાઈ વેગડા અને નંદુભાઈ બાબુભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામને 15મી ઓગષ્ટ 2025ના રોજ રાષ્ટ્રપતિના હસ્તે પદક આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા 26 જાન્યુઆરી 2025 પૂર્વે ભારતભરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટેના મેડલની જાહેરાત થઈ છે. રાષ્ટ્રપતિના હસ્તે અલગ અલગ સેવાઓ માટે જે મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતભરમાં વિશિષ્ટ સેવા માટે કુલ 101 પોલીસ સેવા માટે 85, પ્રતિષ્ઠિત સેવા માટે 746, ફાયર સર્વિસ માટે પાંચ તેમજ સીવીલ અને ડિફેન્સ તેમજ હોમગાર્ડની સેવા માટે 39થી વધુના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતભરમાં વિશિષ્ટ તેમજ પ્રતિષ્ઠિત સેવા તેમજ સુધારાત્મક સેવા માટે કામગીરી કરનાર અધિકારીઓને 15મી ઓગસ્ટ 2025ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે મેડલ આપવામાં આવશે.