રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આગામી 10 અને 11 તારીખના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ 9 તારીખ ના રોજ દિલ્હી થી સીધા જ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે અને ત્યાંથી તેઓ બાય રોડ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રી રોકાણ કર્યા બાદ તેઓ વહેલી સવારે સાસણ જવા માટે રવાના થશે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે તેઓ સાસણ ખાતે સિંહ દર્શન તેમજ સોમનાથ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે તેમ જ રાજકોટમાં પણ એકાદ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતાઓ છે. રાષ્ટ્રપતિને પ્રવાસનાલય સર્કિટ હાઉસ સંપૂર્ણ બુક કરવા આવશે સિવિલ હોસ્પિટલમાં એક ખાસ વર્ડ પણ ઊભો કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ નવ તારીખે બપોર બાદ હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચે ત્યાંથી તેઓ બાય રોડ સીધા જ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ રાજકોટ એરપોર્ટ ખાતેથી હેલિકોપ્ટર મારફત તેઓ સાસણ જવા માટે રવાના થશે.રાષ્ટ્રપતિના સૌરાષ્ટ્ર અને રાજકોટના પ્રવાસના લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂૂ કરી દેવામાં આવી છે અને તમામ પ્રાંત અધિકારીઓ તેમજ મામલેદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે.