કુદરતી તત્વથી સ્વાસ્થ્ય, સૌંદર્ય અને સંસ્કારનું જતન
ફૂડ ઇઝ મેડિસિનની માન્યતાને સાબિત કરવા કુદરતી તત્વોથી બ્યુટી પ્રોડક્ટ અને મેડિસિન બનાવે છે ડો.રસીલાબેન પટેલ
દેશ વિદેશમાં સેમિનાર અને ઓનલાઈન વેબિનાર ચલાવતા ડો.રસીલાબેન પટેલની યાત્રામાં સફળતા સાથે છે અનેક સંઘર્ષ
‘ફૂડ ઇઝ મેડિસિનની માન્યતાને સાબિત કરવા રસોડાની જુદી જુદી ચીજ વસ્તુઓ તેમજ અલગ અલગ પ્લાન્ટના ઉપયોગ કરીને બ્યુટી પ્રોડક્ટ તેમજ હેલ્થ માટે મેડિસિન બનાવવાની શરૂૂઆત ભાવનગરના ઘરની બાલ્કનીમાંથી થઈ. કોઈપણ પ્રોડક્ટ બનાવતા પહેલા ખુદ પર અજમાવીને પછી જ લોકો માટે બનાવતી.આજે તત્વ બ્રાન્ડની પ્રોડક્ટ દુબઈ,કેનેડા, સિંગાપુર સહિત અનેક જગ્યાએ પહોંચી છે અને તત્વનું નામ ઘર ઘરમાં જાણીતું છે ત્યારે પાંચ સ્ટુડન્ટથી શરૂૂ કરેલ સ્ટુડન્ટની સંખ્યા આજે હજારોમાં પહોંચી છે.
સારી અને સાચી વસ્તુ લોકો સુધી પહોંચાડવા દિલથી પ્રયત્ન કરવાના પરિણામ સ્વરૂૂપ તત્વ સફળ બન્યું છે.’ આ શબ્દો છે રાજકોટના તત્વ નેચરોપેથી દ્વારા જાણીતા બનેલ ડો.રસીલાબેન પટેલના તેઓનો જન્મ જામનગર જિલ્લાના કલ્યાણપુર ગામમાં થયો.ખેડૂતની દીકરી હોવાના કારણે કુદરત તરફ આકર્ષણ તો હતું જ.પરિવારના મોટા ભાગના સભ્યો ડોક્ટર હતા જ્યારે રસીલાબેનના લગ્ન વહેલા થવાના કારણે ડોક્ટર ન બની શક્યા.લગ્ન કરીને ભાવનગર આવ્યા ત્યારે પતિ બિપિનભાઈ પટેલનો ખૂબ સાથ મળ્યો.પોતાને બીજાથી કંઈક અલગ કરવાના અને કેરિયર બનાવવાના વિચારમાં પતિનું ઘણું પ્રોત્સાહન મળ્યું અને પરિણામે તેઓએ ડી.એન.વાય.એસ. એટલે કે ડિપ્લોમા નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ ભણી ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. ભાવનગરમાં મહિલાઓના જુદા જુદા ગ્રુપ તેમજ સંસ્થામાં પણ તેઓ સેમિનાર-વર્કશોપ લેતા.
નંદકુવરબા મહિલા કોલેજમાં પ્રિન્સિપાલ કોર્ડિનેટર તરીકે જોડાયા જ્યાં સાત વર્ષ સુધી અનેક દીકરીઓને ભણાવી પગભર કરી. ભાવનગરમાં અનેક જાણીતા લોકો તેમની ટ્રીટમેન્ટ માટે આવતા ત્યાં તેમની એક આગવી ઓળખ બની ત્યારબાદ વધુ ગ્રોથ માટે રાજકોટ તરફ નજર કરી.અઠવાડિયામાં બે દિવસ રાજકોટ આવતા અહીં એક રૂૂમ ભાડે રાખીને રહેતા.પૈસા કમાવાની જરૂૂર નહોતી પરંતુ ઘર ઘર સુધી પહોંચવાની ઈચ્છાના કારણે તેઓએ અહીં પણ વિદ્યાર્થીઓને શીખવવાનું તેમજ સૌંદર્ય અને સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન આપવાનું શરૂૂ કર્યું.ભાવનગરમાં ઘર પરિવારની જવાબદારી સાથે અપડાઉન કરતા અને અહીં પણ અનેક પ્રતિકૂળતા વચ્ચે તેઓ પોતાની કામગીરી ખંતથી કરતા. રસીલાબેન જણાવે છે કે તત્વમાં સ્કીન કેર, હેર કેર,બ્રાઇડલ કેર,બોડી કેર અને ડીસીઝ માટે 35 જાતની પ્રોડક્ટ છે.
દરેક પ્રોડક્ટ જાતે ક્રાફ્ટ કરું છું. યોગ અને નેચરોપેથી વડે અનેક લોકોને સાજા કર્યા છે તેમજ નિયમિત રીતે બહારગામના તથા વિદેશમાં વેબિનાર ચાલે છે. પેશન્ટ અહીં તકલીફ સાથે આવે છે અને હસતા ચહેરે જાય છે એ મારી સાચી ખુશી છે. રસીલાબેન જણાવે છે કે કોઈપણ ફીલ્ડમાં સંઘર્ષ આવે પરંતુ તેનાથી ડરીને પાછા ડગલાં ભરવા ન જોઈએ.એક આધ્યાત્મિક સંસ્થાના કાર્યક્રમમાં સ્ટોલ બુકિંગ કર્યું, મોટી સંખ્યામાં પ્રોડક્ટ બનાવી અને એક પણ પ્રોડક્ટ ન વેચાઈ ત્યારે લાખોનું નુકસાન થયું.કોરોનાના સમયમાં પણ તેઓએ શરૂૂ કરેલ નવું સોપાન બંધ કરવું પડ્યું અને ખૂબ મોટી નુકસાની ગઈ પણ કહેવાય છે ને કે દરેક અંધકારમાં એક પ્રકાશનું કિરણ હોય છે એ જ રીતે આ સમયમાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના ચાતુર્માસમાં જૂનાગઢ જવાનું બન્યું અને જાણે નસીબ આગળનું પાંદડું હટી ગયું.
ભાવનગર અને રાજકોટના અનેક અગ્રણી લોકો તેમજ વૈષ્ણવ સંપ્રદાય,જૈન સંપ્રદાયના ગુરુ માટે ફૂડ ક્રાફ્ટ કરનાર રસીલાબેનનું સ્વપ્ન દરેક ધર્મગુરુઓ માટે ફૂડ ડિઝાઇન કરવાનું છે કારણ કે તેના દ્વારા જ સમગ્ર સમાજમાં આચાર વિચાર અને સંસ્કાર પહોંચે છે આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ફૂડ ક્રાફ્ટ કરવાની ઈચ્છા છે. રાજકોટ સિવાય અમદાવાદ વસ્ત્રાપુરમાં પણ તત્વની બ્રાન્ડ ચાલે છે જે તેમના દીકરો રવિ પટેલ અને પુત્રવધૂ ફોરમ પટેલ ચલાવી રહ્યા છે રસીલાબેનને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભોજન દ્વારા સંસ્કાર ફક્ત ગૃહિણી જ આપી શકે
મહિલાઓને સંદેશ આપતા તેઓ જણાવે છે કે દરેક ગૃહિણી પોતાના ફેમિલીને સારા ફૂડ દ્વારા સારા સંસ્કાર આપે છે. મારે દરેક ઘર સુધી પહોંચવું છે અને મારું સ્વપ્ન છે કે કોઈ બીમાર જ ન પડે. નેચરોપેથી જાણી ખુદના ડોક્ટર બનો. સાજા કેવી રીતે રહેવાય તેનું નોલેજ મેળવી એ મુજબ જીવન પદ્ધતિ વિકસાવો. એક જોડી કપડા ઓછા લો પરંતુ પરિવારના ભોજન માટે ખૂબ સારી ક્વોલિટીની વસ્તુ લાવો.
પૂજ્ય નમ્રમુનિ મહારાજના આશીર્વાદ સાથે બદલ્યું જીવન
રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ સાથેની મુલાકાત તેઓ માટે લાઈફ ચેન્જિંગ સાબિત થઈ છે. આ બાબત રસીલાબેને જણાવ્યું કે જૈન સાધુ,સાધ્વીજી દવાનો ઉપયોગ કરતા નથી અને તેથી જ પોતાના ગુરુને કોરોનાની અસર ન થાય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે એક ગુરુભક્ત દ્વાર ચાતુર્માસ દરમિયાન જુનાગઢ જવાનું આમંત્રણ મળ્યુ. ત્યાં સાધુ, સાધ્વીજી માટે સતત ત્રણ મહિના રહીને 30 જણાના સ્ટાફ સાથે તેમની તબિયત અને તાસીર મુજબ અલગ અલગ પ્રકારના હેલ્ધી ફૂડ ક્રાફ્ટ કરવાની જે જવાબદારી મળી તે જીવનનું સંભારણું છે.તેમના આશીર્વાદની વર્ષા હજુ પણ તત્વ પર થતી રહે છે અને ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે છે.
નેચરોપેથીમાં નવું પગલું તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન
આ નવા સોપાન બાબત તેઓ જણાવે છે કે તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન રતનપરમાં કુદરતી સ્વર્ગ જેવા વાતાવરણમાં આવેલ છે જ્યાં લક્ઝુરિયસ રેસીડેન્સી ઉપલબ્ધ છે. અહીં ડો.સાવન ડાંગર ફરજ બજાવે છે.અહીં ગર્ભ સંસ્કારથી લઈને ક્ધસલ્ટિંગ, કાઉન્સિલ તેમજ કોઈપણ બીમારી માટે રેસીડેન્સિયલ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરવામાં આવે છે.અહીં એક દિવસ થી લઈને એકવીસ દિવસની ટ્રીટમેન્ટ હોય છે.આ માટે પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ તે જમીનના દાતા ધર્મેન્દ્રભાઈ ગોરાતેલા ઉપરાંત વીરાભાઇ, ચંદુભાઈ, ચમનભાઈ, રમેશભાઈ ઠક્કર, દિલીપભાઈ સખિયા, સુનિલભાઈ સાંગાણી,મયુરી મેંદપરા,કલ્પેશભાઈ મેંદપરા સહિત દરેક ટ્રસ્ટીઓનો મહત્વનો સહયોગ છે.