ધોરાજીમાં જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ બાબતે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત
જન્માષ્ટમી તહેવાર નિમિત્તે શાકમાર્કેટની સામે આવેલ મેદાનમાં ઘણા વર્ષોથી લોકમેળો ભરાય છે જેના કારણે આ મેદાન જન્માષ્ટમી મેળાના મેદાન તરીકે ઓળખાય છે.
હાલ આ મેદાનમાં ખૂબ જ ખાડા ખબડા તેમજ ગંદકીનો સામ્રાજ્ય છે અને વરસાદી પાણી પણ આ મેદાનમાં ભરાય છે જેથી કાદવ કીચડ ખૂબ જ થાય છે તેમજ આ કારણે છેલ્લા બે વર્ષથી આ મેદાનમાં લોકમેળાનું આયોજન થઈ શકતું નથી તો તાત્કાલિક આ મેદાનને વ્યવસ્થિત સમતલ કરી તેમાં માટીનું પુરાણ કરવામાં આવે અને મેળા લાયક યોગ્ય કરવા તેમજ લોકમેળાનું ટેન્ડર પ્રક્રિયા વહેલી થાય તો મેળાના આયોજકો લોકમેળાનું આયોજન સારી રીતે કરી શકે તેવી માંગણી સાથે ડેપ્યુટી કલેકટરને વિશ્વ હિન્દુ પરિષદ સાથે હિન્દુ સમાજની વિવિધ સંસ્થાઓ રજૂઆત કરવામાં આવેલી હતી.
આ રજૂઆતમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની, મનીષ સોલંકી, દીક્ષિત ગાંધી, નવનીતભાઈ પનારા, માધવ ગૌશાળાના આગેવાન ભુપતભાઈ કોયાણી, હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશન ભાઈ માવાણી, તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા, તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ પ્રમુખ રમેશભાઈ કોયાણી, સુરેશભાઈ વઘાસિયા, કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ મનુભાઈ જાગાણી ઉપસ્થિત રહ્યા હતા.