રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વૈશ્ર્વિક રામકથાની પોથીયાત્રાને ભવ્યાતિભવ્ય બનાવવા તડામાર તૈયારી

05:36 PM Nov 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શનિવારે મોરારિબાપુ વિરાણી હાઇસ્કૂલથી પોથીયાત્રાનો શુભારંભ કરાવશે: સંતો, મહંતો, શહેરીજનોને આપશે દર્શન: પોથીયાત્રાના દર્શનનો લાભ લેવા સમિતિની અપીલ: ડોક્ટર્સ, નર્સિંગ તેમજ પેરામેડિકલ સહિતની 100 લોકોની ઇમર્જન્સી સારવાર માટે સજ્જ

સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા વડિલો અને વૃક્ષોના શુભાર્થે વિશ્વસંત મોરારિબાપુની વૈશ્વિક રામકથા રાજકોટ રેસકોર્સ મેદાનમાં તા.23 નવેમ્બરથી 01 ડીસેમ્બર દરમિયાન યોજાનાર છે જેની ભવ્ય પોથીયાત્રા તા.23મીએ સવારે રાજકોટમાં ભક્તિભાવ સાથે નીકળશે તે અંગે અતિ ભવ્ય તૈયારી પોથીયાત્રા સમિતિ દ્વારા થઈ રહી છે. પોથીયાત્રામાં મથુરાના ગોકુલ મહાવનમાં આવેલ ઉદાસીન કર્ષની રમણરેતિ આશ્રમનાં વિશ્વ પ્રસિદ્ધ સંત પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ, સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક, સંરક્ષક આંતરરાષ્ટ્રીય હિંદુ ધર્મ આચાર્ય સભાનાં કન્વિનર, સેક્રેટરી, ધર્માચાર્ય પરમાત્માનંદ સરસ્વતીજી, જૈન મુનિ આચાર્ય લોકેશજી સહિતના સંતો, મહંતો રાજકોટનાં લોકોને દર્શન આપશે. સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ એક પ્રખ્યાત વિદ્વાન અને શાસ્ત્રોના નિષ્ણાંત છે. તેઓ જ્ઞાન અને ભક્તિના સંગમનું પ્રતીક છે. સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ ભગવાન કૃષ્ણની દિવ્ય ભૂમિમાં તેમના આશીર્વાદ અને દર્શન પ્રાપ્ત કરવા માટે પ્રવાસ કરે છે તેવા વિશ્વભરના ભક્તોને જ્ઞાન, આંતરદ્રષ્ટિ, પ્રેરણા અને દૈવી આશીર્વાદ આપે છે. પ્રખર રામાયણી અને જેમના સ્વમુખે આ રામકથા થવાની છે તેવા મોરારિ બાપુ પણ પોથીયાત્રાની શરૂૂઆત સમયે વિરાણી હાઈ સ્કુલ ખાતે ઉપસ્થિત રહી પોથીયાત્રાનો શુભારંભ કરાવશે.

રામકથા પોથીયાત્રા સમિતિના ક્ધવીનર વિપુલભાઈ પાનેલિયા અને કિશનભાઈ ટિલવાની રાહબરી તળે દિવસ રાત એક કરીને સમિતિના સભ્યો અને સહયોગીઓ પોથીયાત્રાને યાદગાર બનાવવા પ્રયત્નશીલ છે.પોથીયાત્રા સમિતિના સદસ્યો અજયભાઈ રાજાણી, નિતેષભાઈ ચોપડા, મોહિતભાઈ કાલાવડીયા, દિપક કાચા, હુપિલ પટેલ, વસંતભાઈ લીંબાસીયા, સુભાષ ચોપડા, અભિષેકભાઈ મકવાણા,કિશોરભાઈ મકવાણા, નિતિનભાઈ ગૌસ્વામી, પ્રશાંતભાઈ બારોટ, પ્રતિક તળાવિયા, જગદીશભાઈ, સ્મીતાબેન કાપડીયા, વિલાસબેન રૂૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવડી, 2શ્મીબેન નોઘણવદરા, રશ્મીબેન કાપડીયા, મધુબેન ચોવટીયા, જોશનાબેન પટેલ, કિરણબેન માકડીયા, રશ્મીબેન કાપડીયા, માધવીબેન રાજાણી, બિનાબેન કોટક, કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલ, સેજલબેન ચૌધરી, હિનાબેન ગોહિલ, મયુરીબેન ભાલાળા અને દિવ્યાબેન ઉમરાણીયા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
તા.23મી એ સવારે 08:30 કલાકે વિરાણી હાઇસ્કૂલ ખાતેથી પોથીયાત્રાનો શુભારંભ થશે. પોથી યાત્રામાં હજારો બહેનો રામચરિત માનસની પોથી પોતાના મસ્તક પર ધારણ કરશે સાથે ડી.જે.બેન્ડવાજા,ખૂલી જીપો હાથી,વગેરે પોથી યાત્રામાં જોડાશે.વળી હનુમાનજી સ્વરૂૂપ, દેવી દેવતાઓ સ્વરૂૂપ, બાહુબલી સ્વરૂૂપ, વાનર સ્વરૂૂપ વગેરેના ફ્લોટસ પણ પોથીયાત્રામાં જોડાશે અને નાસિકના ઢોલ દ્વારા વાતાવરણને દિવ્ય બનાવવામાં આવશે.
અભૂતપૂર્વ એવી આ પોથી યાત્રા રાજકોટ મહાનગરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરશે અને રામકથા સ્થળ (રેસકોર્સ) ખાતે વિરામ પામશે. નગરજનોને પોથી યાત્રાના દર્શનનો લાભ લેવા સમિતિએ અપીલ કરી છે.

માનસ સદભાવના વૈશ્વિક રામકથા : ડોક્ટર્સ , નર્સિંગ તેમજ પેરામેડિકલ સહીત 100 વ્યક્તિની ટીમ વોકીટોકી સહિતની સુવિધા સાથે ઇમરજન્સી સારવાર માટે સજ્જ રહેશે માત્ર દોઢ જ મિનિટમાં 20 હજારની મેદની વચ્ચે જઈને સારવાર કરી શકાય તેવી રાજકોટના તબીબોની ટીમની અદભૂત વ્યવસ્થા પ્રખર રામાયણી મોરારિ બાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવના અનેક રીતે વિશેષ બનવાની છે , અનેક વિશેષતા પૈકીની એક વિશેષ વ્યવસ્થા એટલે શહેરના અગ્રગણ્ય તબીબોની ટીમ દ્વારા કથા દરમિયાન ખડે પગે રહેનાર ઇમરજન્સી તબીબી સેવા-સારવાર. કથા મંડપમાં કમનસીબે કોઈને જો ઇમર્જન્સી સારવારની જરુરુ પડે તો હજારો શ્રોતાઓ વચ્ચે માત્ર 1 થી દોઢ જ મિનિટમાં અસરગ્રસ્ત સુધી પહોંચી ઇમરજન્સી સારવાર મળી શકે તેવું અદભુત આયોજન કરવામાં આવ્યું છે.

હજારો લોકોની વચ્ચે જઈને સારવાર આપી શકાય તે માટે મોબાઈલ ડોકટર્સની ટીમ ખડે પગે રહેશે. જયારે લાખો કે હજારો લોકોનો સમૂહ એકત્ર થવાનો હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા કરવાનું કૌશલ્ય આ સમગ્ર તબીબી ટીમનું હોવાનું ડો.ડોબરિયાએ જણાવી અગાઉ પણ આ પ્રકારનાં ધાર્મિક પ્રસંગમાં 20 હજારની મેદની વખતે સેવા સારવાર આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

વૈશ્વિક રામકથામાં રિક્ષાચાલક પરિવાર ચા સેવા કરી બનશે ધન્ય
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વડીલો તથા વૃક્ષોના શુભાર્થે યોજાનારી મોરારિબાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં રાજકોટના રિક્ષાચાલક પાંચાભાઈ ભરવાડ વહેલી સવારથી કથા વિરામ સુધી ચા ની સેવા આપશે. સદભાવનાના શુભ હેતુ અને બાપુની કથાના ભાવિક એવા પાંચાભાઈની 3 પેઢી આ કથામાં સેવા આપવા તત્પર છે. પાંચાભાઈ એ મોરારિ બાપુની પ્રથમ કથા રાજકોટમાં યોજાઇ હતી ત્યારે તેમણે છાસ વિતરણની સેવા મળી હતી. એ પછી તેમણે અનેક જગ્યાએ જેમ કે હનુમાન ચાલીસા ઉત્સવ, ભાઈ રમેશભાઈ ઓઝાની રાજકોટની કથા દરમિયાન ચા સેવા આપી છે. પાંચાભાઈ પોતે પુત્ર અને પૌત્ર એમ 3 પેઢી સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે યોજાયેલી વૈશ્વિક રામકથામાં વહેલી સવારથી ચા બનાવવાની અને વિતરણ કરવાની સેવા બજાવશે. પાંચાભાઈએ જણાવ્યું હતું કે 1,00,000 લોકો દરરોજ રામકથામાં ઉપસ્થિત રહેશે અને એ તમામ માટે ચા બનાવવાનું અમને મોકો મળશે એ અમારું સદભાગ્ય છે.

રામકથાનો સંદેશ જન જન સુધી પહોંચે એ માટે અસેન્સ બ્રાન્ડિંગની જહેમત
મોરારિબાપુની રામકથાની વાત જન જન સુધી પહોંચે એ માટે પ્રચાર પ્રસાર છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી થઈ રહ્યો છે. માવતરો અને વૃક્ષની વાતને દયાભાવના સાથે સાંકળવાને બદલે સામાજિક જવાબદારી હોવાનું પુરવાર કરતા સદભાવનાના લોગો, સ્લોગન, કલર કોમ્બિનેશન વગેરેની જવાબદારી અસેન્સ બ્રાન્ડિંગ દ્વારા સુપેરે નિભાવવામાં આવી રહી છે. અસેન્સ બ્રાન્ડિંગના પરિતોષભાઈ ઝાલા અને રોનકભાઈ જોશીએ જણાવ્યું હતું કે, 22 કોમર્શિયલ આર્ટિસ્ટની ટીમ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારિ બાપુની કથા માટે બેનર, હોર્ડિંગ્સ, કાર્ડ, આમંત્રણ પત્રિકા, લોગો વગેરે તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ તો એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે વડિલો અને વૃક્ષોની વાત છે ત્યારે કોઈ દયાભાવની અસર ન ઉપજે પણ આપણી સામાજિક જવાબદારી બને છે એવો ભાવ કેળવાય એ રીતે કલર કોમ્બિનેશન સહિત ડિઝાઇનિંગ અને બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsram katha
Advertisement
Next Article
Advertisement