ઉપલેટામાં તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં યોજાનાર લોકમેળાની તડામાર તૈયારી
11:47 AM Aug 21, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
વર્ષોથી જન્માષ્ટમીનો લોકમેળો અહીં ઉપલેટાની મોજ નદીને કાંઠે આવેલ ઐતિહાસિક શ્રી સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં રમણીય વાતાવરણમાં યોજાતો હતો પરંતુ રાજકોટના ગેમ ઝોનના ભયાનક અગ્નિકાંડના બનાવ બાદ તંત્રના આકરા નિયમોને કારણે મેળાના મેદાનમાં ટ્રસ્ટ દ્વારા મેળો બંધ રાખવાનું નક્કી કરેલ છે. આવી સ્થિતિમાં જન્માષ્ટમીના તહેવારોમાં આવતી બહેન, દીકરીઓ અને બાળકોના લોકમેળાની ખુશીને ધ્યાને લઈ અહીંના સેવાભાવી ક્રિષ્ના ગ્રુપ દ્વારા ટાવર વાળી તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં લોકમેળો યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. વિવિધ ચકડોલ, ટોયોટોયો, બેબી ટ્રેન સહિતની રાઈડો અને ખાણીપીણીના સ્ટોલ વિગેરે નાખવાનું શરૂ થઈ ગયેલ છે.
Next Article
Advertisement