રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીનો ધમધમાટ શરૂ
04:01 PM Nov 04, 2025 IST | admin
જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે.
Advertisement
આ સંદર્ભમાં, GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ના એમ.ડી. પી. સ્વરૂૂપ આજે ખાસ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે કલેક્ટર કચેરી ખાતે મહત્ત્વની બેઠક યોજી હતી અને અધિકારીઓ સાથે આગામી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓની સઘન સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં GIDC ના એમ.ડી. પી. સ્વરૂૂપ અને ગાંધીનગરથી આવેલા અન્ય અધિકારીઓ ઉપરાંત જીલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ,જિલ્લા વિકાસ અધિકારી, એડિશનલ કલેક્ટર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ રાજકોટ જિલ્લા અને આજુબાજુની GIDC ના પ્રમુખો પણ આ બેઠકમાં જોડાયા હતા
Advertisement
Advertisement
