રાજકોટ નાગરિક બેેંકની ચૂંટણીની તૈયારી શરૂ
રાજકોટ નાગરિક બેન્કના 21 ડિરેકટરોની 28 વર્ષ બાદ યોજાઇ રહેલી ચુંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. આગામી તા.17ને રવિવારે ગુજરાત ઉપરાંત મુંબઇમાં મળી સાત સ્થળે મતદાન થનાર છે.
રાજકોટ ઉપરાંત અમદાવાદ, જસદણ, જેતપુર, સુરત, મોરબી, મુંબઈના મતદાન મથકોનો સમાવેશ થાય છે.ગઈકાલે સાંજે આ ચૂંટણીના સહકાર અને સંસ્કાર પેનલને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ચિહ્ન ફાળવણી કરી દેવામાં આવ્યા બાદ આજે બપોરના મુંબઈ અને સુરત ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ મત પેટીઓ રવાના કરવામાં આવી હતી. ખાસ વાહનોમાં આ મત પેટીઓ સાથે ગનમેન સાથે નાયબ મામલતદાર એક-એક તેમજ બે- બે બેંકના કર્મચારીઓને ચૂંટણી ફરજ માટે મોકલવામાં આવ્યા છે.
ગઈકાલે હાઇકોર્ટના નિર્ણય બાદ ચૂંટણી અધિકારી પ્રભાવ જોશી દ્વારા બંને પક્ષોને ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યા હતા. જેમાં સંસ્કાર પેનલ ને માઈક અને સહકાર પેનલ ને સફરજન ફાળવવામાં આવ્યા છે. આજે સુરત અને મુંબઈ મત પેટીઓ મોકલી દેવામાં આવી છે. કાલે રાજકોટ,અમદાવાદ,જસદણ,જેતપુર, મોરબી બુથ પર મતદાન પેટીઓ મોકલવામાં આવશે આજે રજાનો દિવસ હોવા છતાં પણ કલેકટર ઓફિસ ધમધમતી જોવા મળે હતી.
આગામી રવિવારે રાજકોટ નાગરિક બેંકની સાત બેઠકો પર ડિરેક્ટરની ચૂંટણી યોજવા જઈ રહી છે જેમાં 15 બેઠકો પર 23 પુરુષો અને ત્રણ મહિલા ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. રવિવારે મતદાન યોજવાનું છે. સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી આ મતદાન યોજાશે અને 19મી પરિણામ જાહેર કરવામાં આવશે.
તંત્ર દ્વારા વિધાનસભા જેવી તૈયારીઓ કરાઈ
ચૂંટણી અધિકારી પ્રભાવ જોશી, મદદનીશ ચૂંટણી અધિકારી વિમલ કુમાર પટેલના રાબરી હેઠળ વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે વેબ કાસ્ટિંગ, અને રેકોર્ડિંગ સાથે મતદાન મથકો પર કરવામાં આવશે. પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નાયબ મામલતદારોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમજ કલેકટર કચેરી ખાતે સ્ટ્રોંગ રૂૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમનું 24 કલાક લાઇવ કાસ્ટિંગ, સીસીટીવી કેમેરા, લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે બનાવવામાં આવ્યો છે તેમજ કચેરી ખાતે સંકલન માટે એક કંટ્રોલરૂૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.