For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જન્માષ્ટમીના લોકમેળાની અત્યારથી જ તૈયારી, ટેન્ડર પ્રક્રિયા વહેલી કરાશે

05:39 PM May 29, 2025 IST | Bhumika
જન્માષ્ટમીના લોકમેળાની અત્યારથી જ તૈયારી  ટેન્ડર પ્રક્રિયા વહેલી કરાશે

નવા રેસકોર્ષના મેદાનના લેવલીંગ માટે સરકાર પાસે ગ્રાન્ટ મંગાશે

Advertisement

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકપ્રિય એવા લોકમેળાને લઈને આ વખતે તંત્ર દ્વારા વહેલી તકે તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષે રાઈડ્સની મંજૂરીના વિવાદને કારણે મેળો રદ કરવો પડ્યો હતો, જેથી આ વર્ષે કોઈ મુશ્કેલી ન આવે તે માટે અગાઉથી જ પગલાં લેવામાં આવી રહ્યા છે.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ગત વર્ષના નિયમો જ આ વર્ષે પણ લાગુ પડશે. જોકે, આ વખતે રાઈડ્સ સંચાલકો સાથે વહેલી બેઠક યોજવામાં આવશે અને ટેન્ડર પ્રક્રિયા પણ વહેલી શરૂૂ કરવામાં આવશે. આનાથી રાઈડ્સ સંચાલકોને તૈયારી માટે પૂરતો સમય મળી રહેશે.

Advertisement

કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે લોકમેળા માટે નવા રેસકોર્સના મેદાનને ફાઇનલ કરવામાં આવ્યું છે. આ મેદાનના લેવલિંગ સહિતની કામગીરી માટે સરકાર પાસે ટૂંક સમયમાં ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. જો આ કામગીરી સમયસર પૂર્ણ થશે, તો મેળો નવા રેસકોર્સ ખાતે જ યોજાશે. જો કામગીરી પૂરી નહીં થાય, તો મેળો જૂના રેસકોર્સ ખાતે જ યોજવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement