દશેરા પર્વે યોજાતા પૂતળા દહનની તૈયારીઓ શરૂ
વિજયાદશમીનું પર્વ એટલે આશુરી શકિતનો નાશ અને દેવી શકિતનો વિજય વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ દુર્ગાવાહીની દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષસદહન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી તા.12/10 ને શનિવારના રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે 7-00 કલાકે રાક્ષસોના અલગ-અલગ ત્રણ પુતળાઓનું દહન કરાશે. ઉપરાંત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રોને સજાવીને રાખવામાં આવશે.
શસ્ત્રોનું મહત્વ આપણી આવનારી પેઢી એટલે કે નાના બાળકો આ મહત્વને સમજે અને તેનું માન-સન્માન કરે તેવા હેતુથી આ પંડલામાં રાખેલા શસ્ત્રોની પુજા કરવામાટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
હિન્દુ સંસ્કૃતિમાં વિજયાદશમીનું મહત્વ જોઈએ તો દિવાળીએ ભારતની વિશ્વ કલ્યાણકારી સનાતન સંસ્કૃતિનો દિપ પ્રગટે તે પૂર્વે અશુરી નકારાત્મક શક્તિના નાશ માટે વિજયાદશમીના દિવસે રાક્ષસ દહન તથા શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવાનું વિશેષ મહત્વ રહેલ છે. દર વર્ષે વિ.હિ.5. - બજરંગદળ - દુર્ગાવાહીનીના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવે છે.હાલમાં યુ.પી. થી ખાસ આવેલા આ કામના અનુભવી અને એક્ષપર્ટ કારીગરો દ્વારા દશેરાના દિવસે જેનુ દહન થવાનું છે તેવા 3 પુતળાઓ નું પ્રથમ ફ્રેમ સ્ટ્રકચર તૈયાર થઈ રહયું છે, ખૂબ જ કુશળતા માંગી લેનાર આ કાર્ય માટે ખાસ 25 થી વધુ કારીગરોને ઘણા દિવસો અગાઉથી પૂર્વ તૈયારીઓ કરી રહ્યાં છે અને વિ.હિ.5. દ્વારા પણ વર્ષોથી આ કારીગરોની સેવા લેવામાં આવે છે.
સ્ટ્રકચર બની ગયા બાદ તેને પૂર્ણ સ્વરૂૂપ આપવામાં આવશે. તુરંત સળગી ઉઠે તેવી સામગ્રીના ઉપયોગથી બધા જ પૂતળાઓ બનાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને લાકડાના વાસ તથા કાપડ તથા રંગીન કાગળનો ઉપયોગ કરવામાં આવે છે અને હાથ બનાવટથી સમગ્ર સ્ટ્રકચર ઉભુ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો સહભાગી થાય તે માટે વિ.હિ.5. રાજકોટના શાંતુભાઈ રૂૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, નિતેશભાઈ કથીરીયા, વિનુભાઈ ટીલાવત, કૃણાલભાઈ વ્યાસ, વનરાજભાઈ ગેરૈયા, સુશીલભાઈ પાંભર, યોગેશભાઈ ચોટલીયા, મનોજભાઈ ડોડીયા, રાહુલભાઈ જાની, હર્ષિતભાઈ ભાડજા, આલાપભાઈ બારાઈ, દિપકભાઈ ગમઢા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેવુ વિ.હિ.5. પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠની યાદીમાં જણાવેલ છે.