For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબાજીના મહામેળાની તૈયારી, યાત્રિકો-સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર

10:49 AM Aug 29, 2025 IST | Bhumika
અંબાજીના મહામેળાની તૈયારી  યાત્રિકો સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર

યાત્રિકોની સુવિધા માટે ટેકનોલોજીનો ઉપયોગ, કયુઆર કોડ સ્કેન કરવાથી તમામ સગવડોની જાણકારી મોબાઇલમાં મળી જશે

Advertisement

સંઘ સંચાલકોને ઓળખપત્રો સાથે રાખવા સુચના, પદયાત્રાના માર્ગમાં તમામ વ્યવસ્થાની જવાબદારી પણ સંઘની રહેશે

ઓનલાઇન ઇસ્યુ કરેલા પાસની કોપી વાહન ઉપર લગાવવાની રહેશે, પાસ વગરના વાહનોને પાર્કિંગમાં નો એન્ટ્રી

Advertisement

પ્રસાદીના 30 લાખ પેકેટ બનાવવાનો પ્રારંભ, 750 કારીગરો કામે લાગ્યા, 27 સ્થળે પ્રસાદ વિતરણ કાઉન્ટર ખોલાશે

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે. જેમાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે, તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે એવામાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ અંબાજીના મેળામાં આવતા યાત્રિકોની સુવિધા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ચછ કોડ જનરેટ કરવામાં આવ્યો છે. આ ચછ કોડ સ્કેન કરીને યાત્રિકો પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સુવિધા વિશે પોતાના મોબાઈલમાં જાણકારી મેળવી શકશે.

જેમાં મેળાનું સમગ્ર લોકેશન, એસ.ટી. બસની રુટ પ્રમાણે વ્યવસ્થા, દાન માટેની ઑનલાઈન વ્યવસ્થા, દર્શન અને આરતીનો સમય અને વ્યવસ્થા, આરોગ્ય સબંધિત સુવિધા, શૌચાલયની સુવિધા ઉપરાંત સમગ્ર મેળાના વર્ચ્યુઅલ રિયાલિટી સહિતની વિગતો દર્શાવવામાં આવી છે. જે માઈભક્તોને ખૂબ જ ઉપયોગી નીવડશે.પાલિકાને એક વડ-પીપળનું વૃક્ષ અને પાંચ દેશીકુળના વૃક્ષોનું ગામે ગામ વાવેતર કરી તેને ઉછેરવાના સંકલ્પ સાથે દર્શન માટે પધારો તેવી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી નમ્ર વિનંતી કરાઇ છે.
સંઘમાં આવનાર પદયાત્રી ઓની તમામ સંપૂર્ણ માહિતી જેમ કે ગામ, સરનામું સંપર્ક નંબર વગેરે સંઘના મુખ્ય વ્યક્તિ પાસે હોવી ફરજીયાત છે સંઘ સંચાલકો પોતાની જરૂૂરીયાત મુજબના ઓળખપત્ર સાથે રાખે તેવું ઈચ્છનીય છે પદયાત્રાના માર્ગમાં જરૂૂરીયાત મુજબની તમામ વ્યવસ્થા સંઘ દ્વારા કરવાની રહેશે.
અંબાજી આસપાસનો સમગ્ર વિસ્તાર ડુંગરાળ અને ઢોળાવયુક્ત જોખમી માર્ગ હોઈ ટ્રેકટર, ટ્રેઈલર જેવા વાડનોથી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવે છે.

ઓનલાઈન ઇસ્યુ કરેલ વાહન પાસની પ્રિન્ટ કોપી વાહન ઉપર ચોટાડીને અથવા પોતાની સાથે રાખવાની રહેશે. વાહન ચકાસણી પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા વાહન પાસ માંગવામાં આવે ત્યારે વાહનપાસ રજુ કરવાનો રહેશે પદયાત્રી સંઘોને ઈસ્યુ કરેલ વાહન પાસ પૈકી ઙશિદફયિં વાહનોને નિયત કરેલ ટઈંઙ (વી.આઈ.પી ) પાર્કિંગ સુધી પ્રવેશ જ આપવામાં આવશે. અંબાજી ગામમાં તથા વાડન પ્રતિબંધિત વિસ્તારમાં ઙશિદફયિં વાડહનને પ્રવેશ મળશે નહિ.

પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ 29 સમિતિઓ બનાવવામાં આવી છે.

અંબાજી ખાતે કલેક્ટર મિહિર પટેલ દ્વારા આદ્યશક્તિની આરાધના કરી પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે કલેકટર દ્વારા જરૂૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીની નોડલ તરીકે નિમણૂંક કરાઈ છે.
જેમાં મોહનથાળ, ચિક્કીની પ્રસાદનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરાશે.

અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં 326.5 કિ.ગ્રા.પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન 100 કી.ગ્રા, ખાંડ 150 કી.ગ્રા, ઘી 76.5 કી.ગ્રા અને ઈલાયચી 200 ગ્રામ એમ કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે.

ભાદરવી પૂનમ મહા મેળામાં મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ 1000 ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારીઓ પણ શરૂૂ કરાઈ છે. પ્રસાદ ઘરમાં કુલ 750 જેટલા કારીગરો કામમાં રોકાયેલા છે.

મેળા દરમ્યાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ - 27 જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરવાની તૈયારીઓ શરૂૂ કરાઈ છે.

વાહન-પાર્કિંગ માટે વ્યવસ્થા
વાહન પ્રતિબંધિત વિસ્તારમાં વાહન પ્રવેશ મળશે નહિ.
વધુમાં વધુ 4 વાહનો (2 કોમર્શિયલ અને ર ખાનગી વાહન) માટે પાસ આપવામાં આવશે.
ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વાહન નંબરનો જ પાસ પ્રાપ્ત થશે.
પદયાત્રા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે.
પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરી શકાશે નહિ.
જીલ્લા વહીવટીતંત્ર તમામ સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા
સેવા કેમ્પ તમોએ ફોર્મમાં જણાવેલ તારીખે અને સ્થળ ઉપર અંબાજી તરફ જતા માર્ગની ડાબી બાજુએ જ કરવાનો રહેશે.
સેવા કેમ્પ ઉપર કામ કરનાર વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી જેમ કે નામ, સરનામું, ફોન સેવા કેમ્પના મુખ્ય વ્યક્તિ પાસે હોવી ફરજીયાત છે.
સેવા કેમ્પ ઉપર મેળા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે. તેમજ મેળો પૂર્ણ થયે યોગ્ય સફાઈ કરવાની રહેશે. નોંધણી સમયે સફાઈ આયોજનની વિગતો અવશ્ય દર્શાવવાની રહશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરી શકાશે નહિ.
સેવા કેમ્પ ઉપર જરૂૂરીયાત મુજબની સીક્યોરીટી તેમજ ટ્રાફિક નિયમન કરાવવાનું રહેશે.
સેવા કેમ્પ માર્ગ અને મકાન વિભાગના નિયમ અને પોલીસ વ્યવસ્થાનાં ભાગરુપે રોડની કિનારીથી 30 મીટર અંદર ઉભા કરવાના રહેશે.
સેવા કેમ્પના સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરેલ હોય તો સ્ટેજ રોડ તરફ રાખી શકાશે નહિ. અન્યથા પોલીસ વ્યવસ્થાના ભાગરૂૂપે જરૂૂરી બદલાવ કરાવવામાં આવશે.
સેવા કેમ્પ ખાતે યાત્રિકોના પગરખા મુકવા માટેના સ્ટેન્ડ ઉભા કરવાના રહેશે.
સેવા કેમ્પના રોડ ઉપર કોઈપણ પ્રકારના વધારાના બમ્પ કે અવરોધ બનાવવા નહી.
સેવા કેમ્પ અને તેની લગતી અન્ય બાબતો માટે પદયાત્રીઓને કે રસ્તા પર જતા વાહનોને કોઈપણ અડચણ ન થાય તે મુજબ કરવાનો રહેશે.
આ ઓનલાઈન મંજુરી રજુ કરી નિયમાનુસાર ઠંગામી વીજ કનેક્શન મેળવી શકાશે. પાણી સુવિધા, સફાઈ વગેરે સગવડો સેવા કેમ્પ દ્વારા જાતે કરવાની રહેશે.
સેવા કેમ્પની તમામ જરૂરિયાતો સ્વ-ખર્ચે કરવાની રહેશે. સેવા કેમ્પ ઉપર જરૂૂરીયાત મુજબના સી.સી.ટી.વી. કેમેરા લગાડવા ઈચ્છનીય છે.
જરૂૂરિયાત મુજબના ફાયર ઈન્સ્ટીંગ્યુશર તેમજ આનુસંગિક તમામ વ્યવસ્થા કરવાની રહેશે.
ફાયર ગઘઈ માટે આપના કેમ્પ સ્થળ બાંધકામનો પ્લાન ફાયર વિભાગની વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે.
સેવા કેમ્પ શરુ કરતા પૂર્વે ફાયર ગઘઈ મેળવી દાંતા મામલતદાર કચેરીએ જમા કરાવવા નો રહેશે.
બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા સ્થળની ચકાસણી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement