ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોરાજી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત; તબીબી બેદરકારીનો આક્ષેપ

12:03 PM Apr 17, 2025 IST | Bhumika
Advertisement

પોલીસના હોસ્પિટલ ઉપર ચાર હાથ હોવાના આરોપ સાથે પરિવારની ન્યાયની માંગ

Advertisement

ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ઘોર બેદરકારી બહાર આવી છે એક મહિલાને પ્રસુતિ માટે એડમિટ કર્યા બાદ ડોક્ટરની બીનઆવડતને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ડોક્ટર સામે ઘોર બેદરકારીની પરિવારે અનેક જગ્યાએ કરી છે ફરિયાદ,ત્રણ મહિનાથી વધુ સમય થયો ન્યાય માટે પરિવાર ઝઝુમી રહ્યો છે. ધોરાજી તાલુકાના પાટણવાવાના રહેવાસી યોગેશ મનસુખભાઈ ઠુમ્મરએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા અરજી આપેલ હતી જેમાં ધોરાજીના ઉપલેટા રોડ પર પ્રશાંત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોના કારણે તેમના પ્રેગ્નેટ પત્નીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ધોરાજીની વરદાન ખાનગી હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ ભાલોડિયાના દેખરેખ હેઠળ પ્રસૂતા હિરલબેનને ડીલેવરી વખતે દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ આજથી 3 મહિના પહેલા દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ડોક્ટર દ્વારા આપવામાં આવેલ એનેસ્થેસીયાં નું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી હતી.ત્યાર બાદ 10 મિનિટમાં મૃતક હિરલબેન નું શરીરનું હલન ચલ્ન તેમજ શરીર લીલું પડવા લાગેલ ત્યારે જ મૃત્યુ પામેલ હોવાનું પરિવારજનોને લાગેલ પરતું ડોક્ટરે જુનાગઢ રિફર કરી આપેલ જ્યાં રિબર્થ હોસ્પીટલના ડોક્ટર આકાશ પાટોળીયા એ મૃતક પ્રસૂતાને બિન જરૂૂરી શભી માં રાખી ડોક્ટરની બેદરકારી છુપાવવા પરિવારજનો પાસેથી રૂૂપિયા લીધેલા આ સહિતના અનેક આક્ષેપ આ બન્ને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સામે કરવામાં આવેલ છે. મૃતક પ્રસૂતાના ન્યાય માટે છેલ્લા ત્રણ મહિનાથી ધોરાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ પરંતુ હજુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.તેમજ હજુ સુધી ઋજક ની રાહ જોવામાં આવી રહી છે. ન્યાય માટે પરિવારજનો મીડિયા સામે આવ્યા હતા ડોક્ટરો સામે આક્ષેપ કર્યો હતા. આમ ખાનગી વરદાન હોસ્પિટલના ડોક્ટરની લાલિયાવાડી ના કારણે 4 વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે.પરિવારનો માળો વિખાયો છે.હાલ પરિવારજનો ન્યાયની આશ રાખી રહ્યા છે.

Tags :
dhorajiDhoraji private hospitaldhorji newsgujaratgujarat newsPregnant woman death
Advertisement
Next Article
Advertisement