ઉનાના વરસિંગપુરમાં સગર્ભાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત
થાનગઢમાં સગીરાએ એસિડ પી લેતા સારવારમાં ખસેડાઇ
ઉનાના વરસિંગપુર ગામે રહેતી સગર્ભાએ માનસીક બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. પરીણીતાનુ સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ઉનાનાં વરસિંગપુર ગામે રહેતી શાંતુબેન દિનેશભાઇ સોલંકી નામની 24 વર્ષની પરીણીતા બે દિવસ પુર્વે પોતાના ઘરે હતી ત્યારે એસીડ પી લીધુ હતુ. પરીણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમા દાખલ કરાઇ હતી. જયા તેણીનુ મોત નિપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે મૃતક પરીણીતાને સંતાનમા એક પુત્ર છે અને હાલ દોઢ માસનો ગર્ભ હતો . માનસિક બિમારીથી પગલુ ભર્યાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા થાનગઢમા આવેલ આંબેડકરનગરમા રહેતી નંદનીબેન નીતીનભાઇ સિંગલ નામની 17 વર્ષની સગીરા પોતાનાં ઘરે હતી ત્યારે કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ . સગીરાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.