ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહાઆરતી સાથે રિલાયન્સમાં પ્રી-વેડિંગ જલ્સાની સમાપ્તિ

12:25 PM Mar 04, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગના ત્રીજા દિવસે હસ્તાક્ષરનો કાર્યક્રમ અને મહાઆરતી થઈ હતી. તેના ઘણા ઇનસાઈડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીનો ત્રીજો દિવસ પણ ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ સેલિબ્રેશનની શરૂૂઆત ત્રીજા દિવસે સાંજે 6 વાગ્યે સાઈનિંગ ઈવેન્ટ શરૂૂ થઈ હતી. જેમાં દરેક માટે હેરિટેજ ઇન્ડિયન ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. હસ્તાક્ષર કાર્યક્રમ પછી મહા આરતી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. આ દરમિયાન સલમાન ખાન અને શાહરૂૂખ ખાન સહિત બી ટાઉનના તમામ સ્ટાર્સ શાહી અંદાજમાં જોવા મળ્યા હતા. મોડી રાત્રે ત્રણ દિવસનો પ્રી-વેડિંગ જલ્સોપૂર્ણ થતા દેશ-દુનિયાના ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓએ આજે સવારથી વિદાય લેવાનું શરૂ કર્યુ હતું.

Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગનો છેલ્લો દિવસ યાદગાર રહ્યો છે. બંનેની સાઈનિંગ સેરેમની 3 માર્ચે થઈ હતી. રાધિકાએ પેસ્ટલ પિંક લહેંગા પહેર્યો હતો અને અનંત લાઈટ ગ્રીન કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. હાલ તેના ઘણા ઇનસાઈડ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.હસ્તાક્ષર સેરેમની પહેલા મહા આરતી થઈ હતી, જેના ઘણા વિડીયો વાયરલ થયા છે. આ વિડીયોમાં જોઈ શકે છે એક ચારે તરફ મંત્રોચ્ચાર થઈ રહ્યા છે. ઘણા લોકો સ્ટેજ પર ઉભા રહીને મંત્રોચ્ચાર કરી રહ્યા છે તો સ્ટેજ પાસે હાજર મહિલાઓ હાથમાં મોટી થાળી લઈને આરતી કરતી જોવા મળે છે. આ પૂર્વે રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ એન્ટ્રી દર્શાવાઇ છે.

મહા આરતીના ભવ્ય કાર્યક્રમ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હસ્તાક્ષરનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર તમામ સેલેબ્સના ઘણા ટ્રેડિશનલ લુક્સ જોવા મળ્યા હતા. જો કે આ સમય દરમિયાન અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી સમગ્ર લાઈમલાઈટ લૂંટી લીધી હતી. હાલમાં જ સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં તેની રોયલ સ્ટાઈલ દેખાઈ રહી છે.એક વિડીયોમાં રાધિકા મર્ચન્ટની ભવ્ય એન્ટ્રી જોવા મળી હતી જેમાં અનંત રાધિકાની રાહ જોઈ રહ્યો હતો. જે બાદ રાધિકા દેખા તેનુ પહેલી-પહેલી બાર... ગીત પર ડાન્સ કરતી સ્ટેજ તરફ આવી અને અનંત રાધિકાનો હાથ પકડીને સ્ટેજ પર લઈ આવ્યો.

Tags :
Anant Ambani and Radhika Merchant weddinggujaratgujarat newsidnia newsindiajamnagarjamnagar newsReliance
Advertisement
Advertisement