For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રજિસ્ટ્રેશનમાં છૂટછાટ નહીં મળતા પ્રિ-સ્કૂલોને તાળાં મારવાની નોબત

05:03 PM Feb 01, 2025 IST | Bhumika
રજિસ્ટ્રેશનમાં છૂટછાટ નહીં મળતા પ્રિ સ્કૂલોને તાળાં મારવાની નોબત

રાજ્યની પ્રિ-સ્કૂલોની નોંધણીને આડે હવે માંડ 15 દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારે પ્રિ-સ્કૂલ નોંધણી માટે જે છૂટછાટ આપવાની બાંહેધરી આપી હતી તે અંગે પરિપત્ર ન કરાતા પ્રિ-સ્કૂલોને તાળાં મારવાનો વારો આવશે. પ્રિ-સ્કૂલ એસો. દ્વારા આ મુદ્દે ફરી એકવાર શિક્ષણમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવી હતી અને એસો. દ્વારા પોતાના પ્રશ્નો અંગે વહેલી તકે પરિપત્ર કરવા ઉપરાંત રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરવા માટે પણ રજૂઆત કરાઈ છે. 1 જાન્યુઆરીના રોજ મળેલી બેઠકમાં રજિસ્ટ્રેશનમાં છૂટછાટની બાંહેધરી મળ્યા બાદ હજુ સુધી તે અંગે સત્તાવાર પરિપત્ર કરાયો નથી.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા 15 ફેબ્રુઆરી, 2024ના રોજ જાહેર કરાયેલા પ્રિ-સ્કૂલની નોંધણી નીતિ સામે છેલ્લા એક વર્ષથી પ્રિ-સ્કૂલ એસોસિયેશન લડત આપી રહ્યું છે. પ્રિ-સ્કૂલ નોંધણીની શરતોના કારણે પ્રિ-સ્કૂલો ચલાવવી ખૂબ જ મુશ્કેલ હોવાનું એસો.નું માનવું છે. એસો. દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા બાદ 1 જાન્યુઆરી, 2025ના રોજ શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રિ-સ્કૂલ એસો. દ્વારા પોતાની રજૂઆતો કરવામાં આવી હતી અને સરકાર તરફથી પણ મૌખિક રીતે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ હજુ સુધી સરકાર દ્વારા તે અંગે કોઈ સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો નથી. 16 ફેબ્રુઆરી, 2025 પ્રિ-સ્કૂલોની નોંધણીનો છેલ્લો દિવસ છે ત્યારે એસો. મુંઝવણમાં મૂકાયું છે. એસો. દ્વારા જે માગણી કરવામાં આવી હતી તેમાં પ્રિ-સ્કૂલ ભાડાના સ્થળોએ ચાલે છે, જ્યાં માલિક ઇઞ બદલવાની મંજૂરી આપતા નથી. આ કારણથી સરકાર કોઈ પણ ઇઞ ચલાવે તેવી અમારી માગણી છે. સાથે સાથે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ સ્વીકારે તેવી રજૂઆત કરાઈ હતી.

આ ઉપરાંત 100થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવા નાના પ્રિ-સ્કૂલો માટે મોટી ટ્રસ્ટ રચવાની જરૂૂર ન હોવાની રજૂઆત કરાઈ હતી. 15 વર્ષના રજિસ્ટર્ડ લીઝની માગ કરવામાં આવી છે, જે ભાડાની જગ્યા પર શક્ય નથી. જેથી પાંચ વર્ષના નોટરીઝ્ડ ભાડા કરારને માન્ય રાખવો જોઈએ. આ ઉપરાંત સરકાર દર ક્લાસ દીઠ રૂૂ. 5 હજારની ફીની માગણી કરવામાં આવી છે, તેના બદલે દરેક પ્રિ-સ્કૂલ માટે રૂૂ. 10 હજારની ફી નક્કી કરવામાં આવે તેવી પણ રજૂઆત હતી.

Advertisement

વહેલી તકે પરિપત્ર કરવા માગણી

સરકાર દ્વારા ખાતરી બાદ પણ પરિપત્ર કરવામાં આવ્યો ન હોવાથી પ્રિ-સ્કૂલ એસો.ના સભ્યો ફરીવાર શિક્ષણમંત્રીને મળ્યા હતા અને રજૂઆતો અંગે વહેલીતકે પરિપત્ર કરવા માગણી કરી હતી. આ ઉપરાંત નોંધણી માટે એક વર્ષની મર્યાદા વધારવા માટે પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. 16 ફેબ્રુઆરીના રજિસ્ટ્રેશનની મુદ્દત પૂર્ણ થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં નહીં આવે તો રાજ્યની હજારો પ્રિ-સ્કૂલો બંધ થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ છે. જેના પગલે અનેક પ્રિ-સ્કૂલ સંચાલકો બેરોજગાર બનશે. જેથી આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement