કૈલાસધારા સોસાયટીનાં પ્રૌઢનું બેભાન બાદ હાર્ટએટેકથી થયું મોત
04:59 PM Feb 23, 2024 IST
|
Bhumika
Advertisement
- ઘરે બેભાન થયા હોસ્પિટલે મૃત પહોંચ્યા
સંતકબીર રોડ પર આજે ચાંદી કામની મજૂરી કરતાં એક પ્રોઢ ઘરે બેભાન બન્યા બાદ તેમનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાનું સિવિલ હોસ્પિટલનાં તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની મળતી વિગતો મુજબ સંતકબીર રોડ પર આવેલી કૈલાષધારા સોસાયટીની બંધ શેરીમાં રહેતા રમેશભાઇ ભગવાનભાઇ મચ્છર (ઉ.54) આજે સવારે 7 વાગ્યે તેમના ઘરે બેભાન થઇ ગયા હતા.
Advertisement
તેમના તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ રમેશભાઇનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફના કહેવા મુજબ મૃતકને સંતાનમાં એક પુત્ર છે. 4 ભાઇ અને 3 બહેનોમાં નાના હતા. અને ચાંદીકામની મજૂરી કરે છે. અઠવાડિયાથી શરદી-ઉધરસ બાદ અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યા છે.
Next Article
Advertisement