For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વૃંદાવન આવાસ ક્વાર્ટમાં પ્રૌઢાએ આર્થિક સંકડામણથી કર્યો આપઘાતનો પ્રયાસ

05:05 PM Oct 14, 2024 IST | admin
વૃંદાવન આવાસ ક્વાર્ટમાં પ્રૌઢાએ આર્થિક સંકડામણથી કર્યો આપઘાતનો પ્રયાસ

જુદા જુદા ત્રણ સ્થળે પરિણીતા સહિત ત્રણ લોકોએ જવલનશીલ પ્રવાહી પીધું

Advertisement

રાજકોટમાં કાલાવડ રોડ ઉપર વૃંદાવન આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પ્રોઢાએ આર્થિક સંકડામણથી કંટાળી ઉંદર મારવાની ટ્યુબ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રોઢાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલ વૃંદાવન આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા કુંદનબેન ગૌતમભાઈ નામના 45 વર્ષના પ્રોઢા સાંજના સમયે પોતાના ઘરે હતા. ત્યારે ઉંદર મારવાની ટ્યુબ ખાઈ જતા તેમને ઝેરી અસર થઈ હતી. પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં કુંદનબેને આર્થિકભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ ઉપરાંત શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે પરિણીતા સહિત ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. જેમાં રૈયાધાર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી પૂજાબેન વિક્રમસિંહ યાદવ નામની 30 વર્ષની પરિણીતા સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે ફીનાઇલ પી લીધું હતું.

જ્યારે ઢેબર રોડ ઉપર આવેલા વિરાટનગર મેઇન રોડ ઉપર અટિકા ફાટક પાસે રહેતા શક્તિ કિશોરભાઈ કવા નામના 25 વર્ષના યુવાને બીમારીની વધુ પડતી ટીકડીઓ ખાઈ લીધી હતી. જ્યારે જામનગર રોડ ઉપર નંદનવન સોસાયટીમાં રહેતા અભયભાઈ અરવિંદભાઈ ભટ્ટી નામના 53 વર્ષના આધેડે ઝેરી પ્રવાહી પી લીધું હતું. જ્વલનશીલ પ્રવાહી પી લેનાર પરિણીતા, યુવાન અને આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement