સૌરાષ્ટ્ર સિક્યુરીટી એન્ડ સર્વેલન્સ એસો.ના પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ પરમારની નિમણૂક
તા.ર3 એપ્રીલ મંગળવારના રોજ સૌરાષ્ટ્ર સિક્યુરીટી અને સર્વેલન્સ એસોશિએશનની વાર્ષિક સામાન્ય મીટીંગ મળી. જેમાં ગતવર્ષના હિસાબોની બહાલી, ગતવર્ષના કાર્યક્રમોની ઝલક તેમજ આગામી વર્ષ 2025-2026 માટે નવા કારોબારી સભ્યોનું સિલેકશન થયું હતું. આ એસોસીએશનમાં દર વખતની જેમ જ ઈલેક્શન નહિ સિલેકશનના ધોરણે કમિટીનું ગઠન થાય છે. કોઈ પણ જાતના મનમોટાવ કે ચૂંટણી વગર કામ કરતા મેમ્બરમિત્રો માંથી જ કમિટી અને પ્રમુખનું સિલેકશન થાય છે.
આ પ્રસંગે ફેડરેશન ઓફ આઈટી એસોશિએશન ઓફ ગુજરાત (FITAG) ના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ અને ભાવિનભાઈ ગાઠાણી, રાજકોટ કોમ્પુટર એસોશીએશન (RCTA)ના પ્રમુખ કિરીટભાઈ ઓગાણજા, રાજકોટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોશીએશનના (RITA) ઉપપ્રમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.વાર્ષિક સાધારણ સભા શરુ કરતા પહેલા પહેલગામના આતંકવાદી હુમલાના મૃતકોની આત્મશાંતિ માટે બે મીનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત મેમ્બરોની સર્વસંમતિથી નવા કારોબારી સભ્યોમાં પ્રમુખ પ્રશાંત પરમાર, ઉપપ્રમુખ જયદીપ પટેલ, સેક્રેટરી પ્રીતેન પીઠડિયા, જોઈન્ટ સેક્રેટરી હરિકૃષ્ણ દલ, ટ્રેઝરર રેશ નંદાણીયા, કીરીટ વસાણી નીરજ શુકલા આઈપીપી કૃણાલ ગોધાસરા નિમણુંક થઈ હતી. એસોશિએશનના કાયમી માર્ગદર્શક તરીકે મનીષભાઈ પટેલ, જતીનભાઈ સંઘાણી, સુનીલભાઈ શાહ, વિશાલભાઈ ભાઈ મહેતા અને કેતનભાઈ દોશી છે.કારોબારી સભ્યઓમાં સભ્યઓમાં ધર્મેશ ગાઠાણી, નીલેશ દલસાણીયા, ધર્મેશ સરવૈયા, દીપ ગઢવી, પરેશ ચૌહાણ, નિશાંત બદીયાણી, હિતેશ વાંદરા, અંજની પટેલ, રવી પટેલ (જામનગર કોઓર્ડીનેટર), નીલેશ ઘોડાસરા (મોરબી કોઓર્ડીનેટર), દીક્ષીત ડાભી (સુરેન્દ્રનગર કોઓર્ડીનેટર) ની નિમણુક કરવામાં આવી હતી.