For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુરુનાનક દેવજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાતફેરી નીકળી, ગુરુદ્વારામાં ભજન-કિર્તન

04:12 PM Nov 05, 2025 IST | admin
ગુરુનાનક દેવજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાતફેરી નીકળી  ગુરુદ્વારામાં ભજન કિર્તન
oplus_262144

શીખ ધર્મના પ્રથમ ગુરૂ, ગુરૂનાનક દેવજીની 556મી જન્મ જયંતિ આજે રાજકોટ સહીત દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. ગુરૂનાનક જયંતિને ગુરૂ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેલેન્ડર અનુસાર આ તહેવાર દર વર્ષે કારતક મહીનાની પુનમના દિવસે આનંદ અને આદર સાથે ઉજવવામાં આવે છે. દિવાળીના લગભગ 15 દિવસ બાદ આવે છે જે શિખ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે.

Advertisement

શિખ સમુદાય દ્વારા સિંધી કોલોની ખાતે આવેલ ગુરૂદ્વારામાં આજે ભજન-કીર્તન સાથે લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે શીખ ધર્મ અનુયાયીઓ દ્વારા પ્રભાત ફેરી નિકળી હતી. જેમ શીખ લોકો ગુરૂદ્વારાથી લોકોના ઘરો તેમજ મેઇન બજારોમાં ભજન ગાતા-ગાતા નિકળ્યા હતા અને ગુરૂ નાનકજીના વિચારો અને ઉપદેશો આપી સત્ય, પ્રમાણિકતા અને સેવાની ભાવના સાથે જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. (તસવીર: મુકેશ રાઠોડ)

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement