પ્રભાસ પ્રભાસ પાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયોપાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયો
પ્રભાસપાટણ સોમનાથ મુકામે દુધ માર્કેટ ની બાજુમાં સીફા મેડીકલ ની સામે ફારૂૂક ભાઈ ધાચી ના અવાવરૂૂ મકાન મા રાત્રી ના ત્રણ કલાક ના અરસામાં દિપડો ધુસી ગયેલ આ ધટના ની બાજુમાં રહેતા લોકો ને થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા વન વિભાગ ને જાણ કરતા વેરાવળ રેન્જ આર એફ ઓ પંપાણીયા તેમના સ્ટાફ સાથે આવેલ અને આ દિપડો આ મકાન ના ખુણા મા છુપાયેલ હતો જેને પકડવો ખુબજ મુશ્કેલ કામ હતુ પરંતુ જંગલ ખાતા ના સ્ટાફ દ્વારા સતત મહેનત કરી આ દિપડા ને બે ભાન કરી અને સવાર ના નવ કલાકે પકડવા આવેલ. આ દિપડા ના રાત્રે ના આખા પ્રભાસ પાટણ મા સમાચાર ફેલાતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા આ દિપડા એ બે બકરાં પણ મારી નાખેલા છે જે જગ્યાએ થી દિપડો પકડાયેલ ત્યાં બાજુમાં શાકભાજી ની માર્કેટ પણ ભરાય છે. આવા લોકો ની ગીચ વસ્તી મા દિપડો આવી જતા લોકો ખુબજ ભયભીત થયેલ છે કારણે કે આ વિસ્તારમાં લોકો ની સતત રવર જવર રહેતી હોય છે.