પ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં છાત્રની હત્યા બદલ સખત કાર્યવાહી કરવા માંગ
11:26 AM Aug 23, 2025 IST
|
Bhumika
Advertisement
અમદાવાદ શહેર ખાતે મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના કિશોર નયન સંતાણીની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ છે જે બાબતે સમગ્ર સિંધી સમાજ, પ્રભાસ પાટણ(સોમનાથ) આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
Advertisement
અતિશય પીડાદાયક એવા આ બનાવની નિષ્પક્ષ તપાસ થાય તેમજ આ જઘન્ય કૃત્ય કરનારા તત્વોને સખતમાં સખત સજા મળે તેમજ આ ઘટના દરમિયાન શાળા દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને બેવડા વલણોનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ.
ઉપરોક્ત ઘટના તેમજ પિડીત પરિવારની વેદના બની અમો આજ રોજ સિંધી સમાજ પ્રભાસ - પાટણ(સોમનાથ) આ આવેદનપત્ર કરી રહ્યા છીએ. આ ઘટનામાં જે કોઇ પણ ગુનેગાર હોય અથવા તપાસમાં ગુનેગાર સાબિત થાય તેવા તમામ લોકો સામે કડક પગલા લેવા માટે અમારી માંગણી સાથે આ સમાજના મોટીસંખ્યામાં લોકો દ્વારા કલેકટર નેઆવેદનપત્ર પાઠવેલ છે.
Next Article
Advertisement