પ્રભાસ પાટણ પોલીસે રૂા.2.66 લાખના 14 મોબાઇલો મૂળ માલિકને કર્યા પરત
પો.ઇન્સ એન.બી.ચૌહાણ પ્ર.પાટણ પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન અનુસાર સોમનાથ મંદિરે આવતા દર્શાનાર્થીઓ તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઇ જગ્યાએ મોબાઇલ કે ફોન ગુમ થવાના કે ખોવાઇ જવાના કે પડી જવાના બનાવો બનેલ હોય જે બાબતે અંગતરસ લઇએ.એસ.આઇ. હિતેષભાઇ નોંધણભાઇ , કુલદિપસિંહ જયસિંહ ,અરજણભાઇ મેસુરભાઇ , કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ, પો.કોન્સ.પિયુષભાઇ કાનાભાઇ, કરણસિંહ બાબુભાઇ , સુભાષભાઇ માંડાભાઇ , મહેશભાઇ ગીનાભાઇ , રાજદિપસિંહ હમીરભાઇ , રાજેશભાઇ જોધાભાઇ તથા વુ.પો.કોન્સ કંચનબેન દેવાભાઇ , આઇ.ટી. વિભાગના રોહીતભાઇ , વિશાલભાઇ એ આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઈઊઈંછ પોર્ટલની મદદથી નીચે જણાવેલ અરજદારઓને તેઓના મોબાઇલ ફોન શોધી કાઢી પરત સોંપી આપેલ છે. પ્રભાસપાટણ પોલીસ દ્વારા જે લોકો ના મોબાઈલ શોધી અને મૂળ માલિક ને પરત આપેલ છે જેમા બીપીન રશીક ઠાકર સિધ્ધપુર પાટણ કિ.17000, ગોવિંદ માંડા રામ ગામ છાત્રોના 37999, બાલુ હિરા ગઢીયા પ્રભાસપાટણ 17999, અશ્મિતાબેન રાજા ગામ રાખેલ 12500, ભુદરામગુરુ ગોવિંદ દાસ પ્રભાસપાટણ 14000, પ્રસાન જાયસવાડ મધ્યપ્રદેશ 12000, બામણીયા ભારતીબેન કાનજી પ્રભાસપાટણ 20000 , વાળા પ્રવિણ સરમણ ગામ પંડવા, વલી ઈસ્માઈલ સોવતીયા ગામ સિડોકર 18999, ઈબ્રાહિમ જમાલ કાલવાત પ્રભાસપાટણ 14999, હર્ષ તોમર જામનગર 13499, વિનોદ અજીત ચર્મા પ્રભાસપાટણ 18490, અશોક સિતલદાસ વધવા પ્રભાસપાટણ 25000 અને વ્યાસ ખુશીબેન હિરેન વેરાવળ 29000 એમ કુલ ચૌદ મોબાઈલ મુળ વ્યક્તિ ને પરત આપવામા આવતા આ તમામ લોકો એ પ્રભાસપાટણ પોલીસ નો આભાર વ્યક્ત કરવામાં આવેલ આ તમામ મોબાઇલ ની કુલ કિંમત રૂૂ 266484 થાય છે