રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇન્કમટેક્સ કલમ 43B(H)ની અમલવારી મોકૂફ રખાવો : ચેમ્બરની માગણી

06:42 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

પ્રવર્તમાન ઈન્કમટેક્ષ એકટ 1961ના સેકશન 43બી(એચ)નો આગામી એપ્રિલ 2024થી અમલ કરવામાં આવનાર છે.
જે મુજબ નવી જોગવાઈ અંતર્ગત કોઈપણ ઔદ્યોગીક કે સેવાપદાન કરતા ક્ષેત્રો પાસેથી મેળ વેલ પ્રોડકટ અથવા સેવાના યોગ્ય ચુકવણી સબંધે ખજખઊઉ એકટ મુજબ સ્પષ્ટ જોગવાઈ નિર્ધારીત કરાયેલ છે. જે કિસ્સામાં પેમેન્ટ બાબત સ્પષ્ટ એગ્રીમેન્ટ થયેલ હોય તેમાં 45 દિવસ તથા એગ્રીમેન્ટ થયેલ ન હોય તો 15 દિવસની સમય મર્યાદા નિર્ધારીત કરાયેલ છે. આ જોગવાઈ ખજખઊઉ એકટના સેકશન 15 અંતર્ગત કરવામાં આવેલ છે. સદર સમય મર્યાદામાં પેમેન્ટ ન થયેલું હોય તો જે તે નાણાંકિય વર્ષમાં નહી ચુકવાયેલ રકમ લેનાર વ્યક્તિની આવકમાં ગણવામાં આવશે અને જયારે વાસ્તવીક પેમેન્ટ કરવામાં આવે ત્યારે આ રકમ બાદ મળવાપાત્ર થશે.

Advertisement

આ જોગવાઈના અનુસંધાને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને સાથે રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્ણભાઈ ગણાત્રા, માનદમંત્રી નૌતમભાઈ બારસીયા અને કારોબારી સભ્ય કુમનભાઈ વરસાણી દ્વારા કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાની રૂૂબરૂૂ મુલાકાત લઈ રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજ લાખોની સંખ્યામાં ખજખઊ એકમો તેમજ નિકાસકારો કાર્યરત હોય તેઓને આ કાયદાના અમલથી ખુબ જ હાલાકીનો સામનો કરવો પડશે અને આવનારા દિવસોમાં આવા ઔદ્યોગીક એકમો ઉપર ગંભીર અસર પડશે.

વધુમાં અગાઉ ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રના નેજા હેઠળ રાજકોટ-સૌરાષ્ટ્રની તમામ ચેમ્બરો અને એસોસીએશની મિટીંગ મુલત્વી રાખેલ હતી પરંતું આ બાબતે જો વેપાર-ઉદ્યોગકારોના હિતમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો નાછુટકે ટુંક સમયમાં આ અંગે સમગ્ર ચેમ્બરો અને એસોસીએશનની મિટીંગ બોલાવી ઉગ્ર રજુઆત કરવામાં આવેશે.
આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તમામ સંજોગોને ધ્યાનમાં રાખી ઈન્કમટેક્ષ એકટ 1961ના સેકશન 43બી(એચ)નું પુન:મુલ્યાંકન અને અભ્યાસ કરી નાના ઔદ્યોગીક એકમો તથા સેવા પ્રદાન કરનાર ક્ષેત્રો અને નિકાસકારાને પડનારી આર્થિક તથા વ્યવસ્થાકીય મુશ્કેલીઓને ધ્યાને લઈ તેના અમલ અંગે ફેર વિચારણા કરવા તથા યોગ્ય નિર્દેશ જારી કરી હાલ મુલત્વી રાખવા ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે. જે અંગે કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાજીએ ઘટતું કરવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement