રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ મુલત્વી રાખો, ચેમ્બરની CMને રજૂઆત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટના ફરજીયાત અમલીકરણને મુલત્વી રાખવા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સમક્ષ રજુઆત કરવામા હતી.
આગામી તા.8 ને સોમવારથી રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે આગાળ અને પાછળ બન્ને સવારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત કરવામાં આવનાર છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન કરવું તે યોગ્ય છે. પરંતુ રાજકોટ શહેરી વિસ્તારમાં ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે સીગ્નલ પોઈન્ટ અને સ્પીડ બ્રેકર જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે અને વાહન ચાલકોની ગતી માત્ર 20 થી 30 કી.મી. સુધીની જ હોય અકસ્માતના સંજોગો નહીવત રહે છે. આમ શહેરી વિસ્તારમાં લોકોને હેલ્મેટ પહેરી વાહન ચલાવવું ખુબ જ ભયજનક લાગી રહ્યું છે. ખાસ કરીને ડાયાબીટીસ, અસ્થમા, હાઈબીપી વગેરે જેવી ગંભીર બીમારી ધરાવતા લોકો માટે હેલ્મેટનો ઉપયોગ નુકશાનકારક સાબિત થઈશકે છે તેથી આ હેલ્મેટના કાયદાનું અમલીકરણ શહેરી વિસ્તારની બહાર રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર જ લણુ કરવો અને તે માટે દંડની જોગવાઈ રાખવી આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ હાલની પરિસ્થિતી તેમજ વેપારીઓ અને આમજનતાની લાગણીઓને માન આપી રાજકોટ શહેરમા આગામી તા.8 સપ્ટેમ્બર 2025 ના રોજ વાહન ચાલકો માટે હેલ્મેટનું અમલીકરણ મુલત્વી રાખવા રજુઆત કરવામાં આવેલ છે.