મોરબીથી રાજકોટ આવતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોત
રાજકોટ શહેરના મોરબી રોડ હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા રસ્તે ગઇકાલે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી આ ઘટનામાં અજાણયા કારના ચાલકે બાઇકને ઉલાળતા ધવાયેલા બાઇકના ચાલક પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જયા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ મૃતક મોરબીનાં રહેવાસફી અને હાલ રાજકોટની કોઠારીયા બ્રાન્ચમા પોસ્ટમેનની નોકરી કરતા હતા. તેઓના મોતથી પરિવારમાં શોક છવાયો છે. તેમજ મૃતકના પુત્રની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ફરાર થયેલા કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર ધર્મવિજય સોસાયટી વિજયપરા શીવમ હાઇટ્સ 303માં રહેતા રાજેશભાઇ શીવલાલભાઇ સુરાણી (ઉ.વ.54) ગઇકાલે સવારે પોતાના ઘરેથી બાઇક લઇ નિત્યક્રમ મુજબ બાઇક લઇ રાજકોટની કોઠારીયા ગામે પોસ્ટની બ્રાન્ચે આવવા નીકળ્યા હતા. આ સમયે હડાળા ગામથી રતનપર ગામ તરફ આવતા પેટ્રોલપંપ નજીક તેના બાઇકને પુર ઝડપે આવેલા કારના ચાલકે ઉલાળતા રાજેશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને 108 મારફતે હોસ્પિટલે લઇ જવાયા હતા. જયા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્ય હતુ.રાજેશભાઇને સંતાનમાં બે પુત્ર છે. તેમજ પોતે બે ભાઇ એક બહેનમા નાના હતા તેઓ રાજકોટની કોઠારીયા બ્રાન્ચે આવેલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેનની નોકરી કરતા હતા. તેઓના મોતથી પટેલ પરિવારમાં શોક છવાયો છે. આ અકસ્માત મામલે કુવાડવા પોલીસ મંથકના પીએસઆઇ એ.એ. બ્લોચ અને સ્ટાફે મૃતકના પુત્ર મેહુલ (ઉ.વ.29)ની ફરિયાદ પરથી અજાણયા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.