સ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાર પીઆઇ અને પાંચ પીએસઆઇને પોસ્ટીંગ
સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપ્યા બાદ હવે ટીમ વધુ મજબુત કરવા મહેકમ ફાળવવા માં આવી રહ્યું છે.સ્ટેટ મોનીટરીંગ સેલમાં વધુ ચાર પી.આઈ અને રાજકોટ ગ્રામ્યના બે સહીત પાંચ પીએસઆઈને પોસ્ટીંગ અપાયા છે.
રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દ્વારા ચાર જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. આ ચારેય પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલી સ્ટેટ મોનીટરિંગ સેલમાં પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. બદલી કરવામાં આવેલા અધિકારીઓને તાત્કાલીક તેમની બદલીવાળી જગ્યાએ હાજર થવાની જાણ કચેરીને કરવા કહેવામાં આવ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુક પામેલા પી.આઈમાં દેવભૂમિ દ્વારકામાં ફરજ પી.પી. બ્રહ્મભટ્ટ, ભરૂૂચના આર.કે.કરમટા, બનાસકાંઠાના જી.આર.રબારી, એસ.સી.આર.બી ગાંધીનગરના સી.બી. ચૌધરી, અમદાવાદ ગ્રામ્યના બી.એચ.રાઠોડ, સીઆઇડી ક્રાઇમના એ.જે.ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના બે સહીત પાંચ પીએસ આઈની પણ સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવત પીએસઆઈ વી.એન. જાડેજા તેમજ એસ.વી.ગરચર ઉપરાંત સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગરના કે.ડી. રવિયા, સુરેન્દ્રનગરના મહિલા પીએસઆઈ કે.એચ. ઝનકાત અને આણંદથી ડી.પી.ભાટીને સ્ટેટ મોનીટરીંગ સેલ માં પોસ્ટીંગ આપ્યા છે.