આર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગ
રાજકોટ શહેરમાં કાર્યરત થયેલ આર્થિક ગુના નિવારણ સેલ ને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 11 પોલીસ કર્મચારીઓને આર્થિક ગુન્હા નિવારણ સેલમાં પોસ્ટિંગ આપ્યા છે. અમદાવાદ અને વડોદરા બાદ રાજકોટમાં શરૂૂ કરવામાં આવેલ આર્થિક ગુન્હા નિવારણ સેલમાં સ્ટાફની અછત હતી. ત્યારે પોલીસ કમિશ્નર ઝાએ આર્થિક ગુન્હા નિવારણ સેલને વધુ મજબૂત બનાવવા માટે બદલીનો હુકમ કર્યો છે.પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કરેલા હુકમમાં એ ડિવીઝન પોલીસ મથકના દિનેશભાઈ બાલાભાઈ, કુલદિપસિંહ લાલુભા અને સોનલબેન લાલજીભાઈ,બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાનુશંકર શાંતિલાલ,યુનિવર્સિટી પોલીસ મથકના રઘુવીરસિંહ જસુભા,એરપોર્ટ પોલીસ મથકના રાહુલભાઈ માવજીભાઈ,ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વનરાજભાઈ હકાભાઈ, મોહસીનખાન મહેબુબખાન, અરવિંદભાઈ દલાભાઈ, પ્રનગર પોલીસ સ્ટેશનના મનસુરશા બાબુશા તથા ધર્મેશભાઈ પ્રતાભભાઈની આર્થિક ગુન્હા નિવારણ સેલમાં બદલી કરતો હુકમ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા એ કર્યો છે.આર્થિક ગુન્હા નિવારણ સેલના પીઆઈ જે.એમ.કૈલા સાથે એક પીએસઆઇ અને 11 નવા પોલીસ કર્મચારીઓ ની નિમણુંક કરતા હવે આર્થિક ગુન્હા નિવારણ સેલમાં નવા પોસ્ટિંગ સ્ટ્રેનથ વધ્યું છે.