36 કલાકમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા
આજે ઉત્તર કર્ણાટક-ગોવાથી પૂર્વ મધ્ય ભાગમાં અરબ સાગરમાં લો પ્રેશર એરિયા બન્યો, ગુજરાત તરફ સાયકલોન આવવાની મહતમ સંભાવના
પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ઉત્તર કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે લોઅર પ્રેસર એરીયા સક્રિય થયું છે. જે આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા જણાઈ રહી છે. જેના પગલે વાવાઝોડાનો સંભવિત ખતરો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લોઅર પ્રેસરને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયાઇ વિસ્તારમાં વરસાદી માહોલ છે.
હવામાન વિભાગ અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર, ઉત્તર કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન આજે સવારે એટલે કે 22 મે 2025ના રોજ સક્રિય થયું છે અને આગામી 36 કલાકમાં આ લોઅર પ્રેશર એરિયા ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા છે. લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયા બાદ આગામી 36 કલાકમાં તે ઉત્તર દિશામાં ગુજરાત તરફ આગળ વધશે અને ડીપ ડિપ્રેશન અથવા સાયકલોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થઇ શકે છે. જેના પગલે વાવાઝોડું આવવાની શક્યતા જણાઇ રહી છે.
ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર પંથકમાં ભારે પવન સાથે હળવોથી ભારે વરસાદ વરસવાની શકયતા છે. રાજ્યના વાતાવરણમાં અચાનક જે પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં તેનું કારણ દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારા નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય બનેલું લો લેવલ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ સક્રિય થવાથી પૂર્વ મધ્ય અરબી સમુદ્ર, દક્ષિણ કોકણ, ગોવા, કર્ણાટકમાં વાદળો છવાયા છે અને ભારે વરસાદ પડે તે પ્રકારે વાદળછાયું વાતવરણ સર્જાયું છે. વાદળોનું જે લઘુત્તમ તાપમાન ક્લાઉડ ટોપ ટેમ્પરેચર માઈનસ 60-85 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે ભારે વરસાદ થવાની શક્યતા સૂચવી રહ્યું છે.