For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના મેયર બનશે પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકર

06:42 PM Mar 05, 2025 IST | Bhumika
જૂનાગઢના મેયર બનશે પોસિયા  સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકર

તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી યોજાય હતી તેમાં જુનાગઢ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થયો હતો. આજે ભાજપ દ્વારા હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે ધર્મેશ પોસીયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે પલ્લવી ઠાકર, પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીની નિમણુંક કરવામાં આવી છે.

Advertisement

જુનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો વિજય થયો હતો જેમાં 60 બેઠક પર ચુંટણી યોજાઇ હતી. ભાજપે 48 બેઠક કબજે કરી હતી. ભાજપ દ્વારા છેલ્લા બે દિવસથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતી હતી. જેમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાના સુકાનીઓ માટેના નામની ચર્ચા કરાઇ હતી અને આજે જુનાગઢ મહાનગર પાલિકાના સુકાનીઓની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement