પોરબંદર-મુઝફ્ફરપુર એકસપ્રેસ આવતીકાલે પરિવર્તિત માર્ગે દોડાવાશે
બ્લોકની કામગીરીથી રૂટમાં ફેરફાર કરાયો
પૂર્વોત્તર રેલવેના ગોરખપુર ક્ષેત્રમાં રેલ સંપર્કને વધુ સુદૃઢ બનાવવા, ગોરખપુર-ડોમિનગઢ વચ્ચે 4 કિમી નવી ત્રીજી લાઈન અને ગોરખપુર-નખહા જંગલ વચ્ચે 5 કિમીના ડબલિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 25 સપ્ટેમ્બર, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે ચાલશે. 25 સપ્ટેમ્બર, 2025 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-ગોરખપુર-પનિયહવા-નરકટિયાગંજ-મુઝફ્ફરપુરના બદલે પરિવર્તિત માર્ગ વાયા લખનૌ-સુલતાનપુર-વારાણસી-ઓંડિહાર-છપરા-મુઝફ્ફરપુર થઈને જશે.
આ માર્ગ પરિવર્તનના કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસવા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતિહારી અને ચકિયા સ્ટેશનો પરનું સ્ટોપેજ રદ્દ કરવામાં આવ્યું છે. યાત્રીઓને રેલવે દ્વારા કરવામાં આવી છે કે, ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને માળખા વિશેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને વેબસાઇટ ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લેવા જણાવાયું છે.