For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદર: હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડ

04:37 PM May 21, 2025 IST | Bhumika
પોરબંદર  હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડ

અપહરણ અને ખંડણી કેસના આરોપી હીરલબા જાડેજાની વધુ એક વાર ધરપકડ કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ પોરબંદરમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. હીરલબાએ પોતાના માણસો અને નાનો માણસોના એન્કાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડની રકમ જમા થતી હતી. 14 બેક એકાઉન્ટ પૈકી 10 એકાઉન્ટના સરનામાં હિરલબાના નિવાસ સ્થાનના હોવાનું ખૂલ્યા બાદ સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી હીરલબા જાડેજા અને હિતેશ ઓડદરાની પોરબંદર પોલીસે ધરપકડ કરી છે. અપહરણ અને ખંડણી આરોપમાં હીરલબા જૂનાગઢ જેલમાં તેમજ હિતેશ ઓડેદરા પોરબંદર ખાસ જેલમાં હતા. આરોપીઓ જેલમાં હતા ત્યારે પોરબંદર પોલીસે હીરલબા સામે વધુ એક ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

થોડા સમય અગાઉ પોરબંદર જિલ્લાના કુતિયાણાના હિરલબા જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમની સામે વધુ એક કેસનો સંકજો કસાયો હોવાની માહિતી છે. હિરલબા જાડેજા સહિત 6 શખ્સો વિરુદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં કુલ 14 પૈકી 10 ખાતામાં એક જ સરમાનું તેમ જ આ બેંક ખાતાઓનો ઉપયોગ સાઇબર ફ્રોડ માટે થતો હોવાનો આરોપ કરાયો છે.

ઉપરાંત, ગુજરાત, કર્ણાટક, યુ.પી. અને તામિલનાડુમાં દાખલ થયેલ 7 અલગ-અલગ ફરિયાદમાં ભોગ બનનારે ગુમાવેલ લાખો રૂૂપિયાનાં ટ્રાન્ઝેક્શનનો ખુલાસો પણ ફરિયાદમાં થયો છે. જાડેજા સહિત હિતેશ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ તથા રાજુ મેર સામે પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આ મામલે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ હિરલબા જાડેજા સહિત તેમના સાગરીતો વિરુદ્ધ અપહરણ અને ખંડળીના આરોપ હેઠળ કેસ નોંધાયો હતો. જે હેઠળ હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement