For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદર-છાયા અને નડિયાદ પાલિકાને મળશે કોર્પોરેશનનો દરજ્જો: સરકારની જાહેરાત

06:03 PM Feb 28, 2024 IST | Bhumika
પોરબંદર છાયા અને નડિયાદ પાલિકાને મળશે કોર્પોરેશનનો દરજ્જો  સરકારની જાહેરાત

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં સાત નગરપાલિકાઅને કોર્પોરેશનનો દરરજો આપવામાં આવ્યો હતો. આજે વિધાનાસભા ગૃહના સત્રમાં વધુ બે નગરપાલિકાને મહાપાલિકાનો દરરજો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પોરબંદર-છાયા અને નડિયાદની પાલિકાને મહાનગરપાલકાનો દરરજો આપવામાં આવશે. તેવી જાહેરાત નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હવે મહાપાલિકાઓની સંખ્યા 17એ પહોંચી છે.
નડિયાદ મનપા બનવા મુદ્દે પંકજ દેસાઈએ જણાવ્યું છે કે સૌ પ્રથમ સીએમ, નાણાં મંત્રીનો આભાર. નડિયાદ સરદારનું જન્મ સ્થળ છે.

Advertisement

દેશને આઝાદ કરવા નડિયાદમાં અનેક આંદોલન થયા છે. નડિયાદ અમદાવાદ અને બરોડા વચ્ચેનું શહેર છે. નડિયાદની બાજુમાં ઉત્તરસંડામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવશે. જેથી નડિયાદમાં મનપા આવવી ખૂબ જરૂરી છે. સાથે સાથે પોરબંદર ગાંધીજીનું જન્મ સ્થળ છે તેનું ડેવલપ થાય તે જરૂૂરી છે ત્યાં પણ મનપા આપી છે. તમામનો ખૂબ ખૂબ આભાર માનુ છું.

હાલમાં કાર્યરત મહાનગર પાલિકાઓમાં જોવા જઇએ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તેમજ ભાવનગર છે. તથા બજેટમાં જાહેર થયેલી મહાનગરપાલિકાઓમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર-વઢવાણ છે. તેમજ આજે જાહેર થયેલી મહાનગર પાલિકાઓમાં પોરબંદર-છાયા તથા નડિયાદ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement