પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો તા.15 સપ્ટેમ્બર સુધી આંશિક રદ
11:47 AM Aug 23, 2025 IST | Bhumika
રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલ ડબલિંગ કામગીરીના કારણે 23 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2025 સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. ટ્રેન નં. 59206 પોરબંદર-કાનાલુસ લોકલ 23 થી 15.09 સુધી ગોપ જામ-કાનાલુસ વચ્ચે અને ટ્રેન નં. 59205 કાનાલુસ-પોરબંદર લોકલ કાનાલુસ-ગોપ જામ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર જઈને તપાસ કરે.
Advertisement
Advertisement