પોરબંદર-ભાવનગર ટ્રેનના 11 ડબ્બામાંથી 7 થયા, સુવિધાઓ વધવાને બદલે ઘટી
કેન્દ્ર લેવલના તમામ મંત્રા લયની યોજનાઓ,સુવિધાઓ અને પ્રશ્નોની જવાબદારી જે તે મત વિસ્તાર ના સાંસદ સભ્યની આવે છે.સાંસદ સભ્યની પહેલી ફરજ કેન્દ્ર સરકારના મંત્રાલયની યોજનાઓના લાભ પોતાના મત વિસ્તારના લોકોને અપાવવા અને તર ઘટે નહિ તેના પર નજર રાખવી અને ઘટે તો તેને ફરી તેની તપાસ કરી વહેલી તકે ફરી મળતા કરવા.કેન્દ્ર સરકાર નુ સૌથી મોટુ જાહેર સાહસ એ ભારતીય રેલવે છે. સસ્તી અને સુલભ સુવિધાઓ માટે રેલવે એ સામાન્ય લોકો માટે આશીર્વાદ સમાન ગણવામાં આવે છે.
અમરેલી જિલ્લા ને રેલવે થી જોડતો મુખ્ય ટ્રેક જેતલસર - ઢસાને મીટર ગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવતા સાંસદ ચૂંટણી સમયે અનેક નવી ટ્રેનો અને સુવિધાઓના અપાવવાના વચનો અપાયા હતા. આ તમામ વચનો ચૂંટણી પછી વર્તમાન સાંસદ ભરત સુતરીયા દ્વારા જાણે અભેરાઈ એ ચડાવી આપ્યા હોય તેવુ જોવા મળે છે. વર્તમાન સાંસદના કાર્યકાળમાં એક પણ ટ્રેન નવી શરુ કરાઈ નથી પરંતુ ભૂતકાળમાં જે ટ્રેનો શરુ હતી તેની સુવિધાઓ ઘટવા લાગી છે.અમરેલી જિલ્લામાં વડિયા, કુંકાવાવ, ચિતલ, લાઠીમાંથી પસાર થતી પોરબંદર ભાવનગર પોરબંદર ટ્રેન અમરેલી જિલ્લાના લોકો માટે ખુબ મહત્વની છે અને પૂરતો ટ્રાફિક પણ તેમાં મળી રાહે છે.
આ ટ્રેન શરુ થઇ ત્યારે તેમાં 11 અગિયાર ડબ્બાઓ સાથે બ્રોડગેજ લાઈન માં શરુ કરાઈ હતી હાલ આ ટ્રેન ના ડબ્બાઓ ઘટાડી ને 7 સાત આસપાસ કરી દેવામાં આવ્યા છે અને લોકો ટ્રેન ની ભીડ માં ઉભા ઉભા મુસાફરી કરવા મજબુર બનતા જોવા મળી રહ્યા ત્યારે આ બાબતે ફરી ટ્રેનના પૂરતા ડબ્બાઓ શરુ કરવામાં આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે. લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ રેલવે નો વિભાગ કેન્દ્ર સરકારમાં આવતો હોવાથી અમરેલી સાંસદ ભરત સુતરીયાની આ જવાબદારી છે પરંતુ ખોબલે ખોબલે મત લઇ ને એક વાર લોકદરબાર કરી ને સાંસદ ગયા તે ગયા પછી ક્યારેય પાછા વડિયા વિસ્તારના લોકોની સમસ્યાઓ સાંભળવા આવ્યા જ નહિ.હજુ એ લોક દરબાર ના પ્રશ્નો પણ ઉભા છે તો લોકોને સુવિધાઓ અપાવવા માં નિષ્ફળ ગયેલા સંસદ જે સુવિધાઓ તેને બચાવે તે ખુબ જરૂૂરી છે. શું આ અહેવાલ વાચી ને અમરેલી સાંસદ કુંભકર્ણ નિંદ્રા માંથી જાગીને લોકોની સુવિધાઓ અપાવવા આગળ આવે તે ખુબ જરૂૂરી છે.