સાવરકુંડલા-રંગોળા સ્ટેટ હાઇવેનું કામ નબળું: જાગૃત નાગરિક દ્વારા વીડિયો વાયરલ
અધિકારીઓ તેમજ એજન્સી સામે તપાસ કરી પગલાં ભરવા માંગ
સાવરકુંડલા રંગોળા સ્ટેટ હાઇવે 56 કરોડના ખર્ચે 8 વર્ષ પહેલા મંજૂર થયેલો જેની દસ મીટર પહોળાઈ નક્કી કરવામાં આવેલી એજન્સી એ કામ શરૂૂ કર્યું બે વર્ષ પછી એજન્સી એ કામ પૂર્ણ ન કરતા કે અન્ય કારણોસર તેમને બ્લેક લિસ્ટમાં મૂકી એક વર્ષ કામ બંધ રહ્યો અને નવી એજન્સીને કામ આપવામાં આવ્યું? હાલ આ રોડ 6 મીટરની પહોળાઈ વાળો બની રહ્યો છે તેમજ કામ પૂર્ણ થયું એને ત્રણ મહિના થયા છે પરંતુ આ રોડમાંથી એડ નીકળે છે અને રોડ ફૂલી ગયો છે કામ નબળું થયું છે એમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી અધિકારીઓ અને એજન્સીની મીલીભગત હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે આ જાગૃત નાગરિકે એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવી અને અધિકારીઓ સામે સખત પગલા લેવા એવી પણ માંગણી કરી છે તેમજ આની ગુણવત્તાની પૂરી તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે ત્યારે આ રોડ બે દિવસ પહેલા જ જે આજે ખુલી ગયો છે જ્યાં તૂટી ગયો છે ત્યાં ટાવર તો ભ્રષ્ટાચારના ગાબડા ઢાંકી દેવામાં આવી રહ્યા છે મેજરમેન્ટ પ્રમાણે અથવા તો ટેન્ડર મુજબ આ કામ થયું નહીં હોવાની પણ એક આશંકા છે ત્યારે સાવરકુંડલા રંગોળાના જે કોઈ જવાબદાર અધિકારી હોય તે આમાં તટસ્થ તપાસ કરશે કે કેમ તે પણ એક સવાલો અને શંકા ઉપજાવે તેવી ઘટના સામે આવી છે વિજિલન્સ તપાસ થાય આ રોડના દર અડધો કિલોમીટર એ નમૂના લઇ વિજિલન્સ અને લેબોરેટરીમાં મુકવાડવામાં આવે તો સત્ય બહાર આવશે અને ભ્રષ્ટાચાર પણ બહાર આવશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આમાં તપાસ થાય છે કે પછી મેરા ભારત મહાન