For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કથળેલી વ્યવસ્થા: બે વર્ષમાં 50 સરકારી શાળાને અલીગઢી તાળા

11:03 AM Mar 29, 2025 IST | Bhumika
કથળેલી વ્યવસ્થા  બે વર્ષમાં 50 સરકારી શાળાને અલીગઢી તાળા

રાજ્ય સરકારે વિધાનસભામાં આંકડા જાહેર કર્યા: સૌથી વધારે દ્વારકા, અરવલ્લી, પોરબંદર અને અમરેલીમાં બંધ કરાઈ

Advertisement

ગુજરાતમાં ખાનગી શાળાનો રાફડો ફાટ્યો છે. સરકારી કરતાસેલ ફાયનાન્સ સ્કૂલને વધારે મંજુરી આપવામાં આવી રહી છે. તાજેતરમાં વિધાનસભામાં રાજકોટ જિલ્લાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં 43 સરકારી શાળા સામે 434 ખાની શાળાઓ હોવાની માહિતી જાહેર કરાઈ હતી.

સરકારને ખાનગી શાળા પ્રત્યે કેટલો લગાવ છે. તે વધુ એક વખત સામે આવ્યુ છે. રાજ્યમાં મોાં થયેલા શિક્ષણ વચ્ચે છેલ્લા બે વર્ષમાં 50 સરકારી શાળાને અલીગઢી તાળા લાગી ગયા છે.

Advertisement

સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા હમેંશા ચર્ચાનો વિષય બની રહી છે.. સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા પર સવાલ એટલા માટે પણ ઉભા થાય કારણ કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા મા-બાપ પણ સરકારી શાળામાં પોતાના બાળકને ભણવા મુકવા કરતા દેવું કરીને પોતાના ખાનગી સ્કૂલમાં ભણવા મુકવાનું વધારે પસંદ કરે છે જો કે બાળક સાવ ન ભણે તેના કરતા ગરીબ મા-બાપ પોતાના બાળકને સરકારી શાળામાં મોકલતા હોય છે. પરંતુ રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ સારી કહી શકાય તેમ નથી.

છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 56 જેટલી સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે.. આ કોઇ આક્ષેપ નથી પરંતુ સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવેલી વાત છે. સરકારનું કહેવું છે કે ઓછી સંખ્યાને કારણે છેલ્લા બે વર્ષમાં 56 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દેવી પડી છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા પ્રધાને કહ્યું, અમરેલીમાં 6, અરવલ્લીમાં 7, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 2, જુનાગઢમાં 4, ખેડામાં 2, કચ્છમાં 3, મહેસાણામાં 1, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પોરબંદરમાં 6, રાજકોટમાં 3, સુરતમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 પ્રાથમિક સરકારી શાળા બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાથી અથવા પૂરતી સંખ્યા ન હોવાના કારણે બંધ કરવામાં આવી હતી.

આપણી પહેલાની પેઢી મોટેભાગે સરકારી શાળામાં જ ભણી હશે અને આપણા વાલીઓ પોતાના જીવનમાં સ્વબળે સંઘર્ષ કરીને જ સારી જગ્યાએ પહોંચ્યા હશે. સરકારી શાળામાં જ ભણનારી કે સરકારી કોલેજોમાં ભણનારી આપણી પહેલાની પેઢી ઉપરથી એટલું તો ફલિત થાય છે કે સમજણપૂર્વકનું શિક્ષણ ગ્રહણ કરવું જરૂૂરી છે અને જો એવું થાય તો તમારી પ્રગતિ કોઈ રોકી શકતું નથી. હવે ફરી ફરીને સવાલ એ થાય છે કે અત્યારે સરકારી શાળાનું નામ પડે એટલે બાળકને ત્યાં નથી મુકવું એવી માનસિકતા સામાન્ય રીતે કેમ જોવા મળે છે?

મોટા ભાગની શાળાઓ કોમ્પ્યુટર લેબ વિહોણી
ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે દુનિયા અઈં અને ગ્રોક સુધી પહોંચી અને આપણે શાળાઓમાં કોમ્યુટર પણ નથી આપી શક્યા . શાળાઓમાં કમ્પ્યુટર લેબ અને પ્રયોગશાળાના દાવા વચ્ચે હકીકત સામે આવી છે. કે સ્કૂલમાં કોમ્પ્યુટરની સુવિધા નામ પૂરતી છે. સ્કૂલમાં કોમ્પ્યુટર, પ્રયોગશાળા અંગે ગૃહમાં સરકારએ જવાબ આપતા જણાવ્યું કે પાટણ જિલ્લામાં 595 પૈકી 555 શાળાઓમાં પ્રયોગશાળા જ નથી. તો નર્મદા જિલ્લાની 286 સરકારી શાળાઓ પૈકી 228 શાળામાં પ્રયોગશાળા નથી. પાટણ જિલ્લામાં 595 શાળાઓ પૈકી 99 સરકારી શાળામાં કોમ્પ્યુટર લેબ નથી. નર્મદા જિલ્લાની 286 સરકારી શાળાઓ પૈકી 96 શાળામાં કોમ્પ્યુટર લેબ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement