For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલથી પૂનમનો મેળો

11:18 AM Sep 11, 2024 IST | Bhumika
શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલથી પૂનમનો મેળો
Advertisement

લાખો માઈભકતો ઊમટી પડવાની ધારણા, દર્શન-પાર્કિંગ-ટ્રાફિક ઉતારા સહિતની વ્યવસ્થાઓને અપાતો આખરી ઓપ

3.25 લાખ કિલોગ્રામ મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાયો, 9 સ્થળોથી થશે વિતરણ, સુરક્ષા માટે પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન

Advertisement

શક્તિપીઠ અંબાજી ખાતે આવતીકાલ તા.12 થી શરૂ થનાર ભાદરવી પુનમના મહામેળામાં લાખો ભાવિકો ઉમટી પડવાના હાયે, અંબાજી મંદિર ટ્રસ્ઠ અને સરકારી તંત્ર દ્વારા તૈયારીઓ અને અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.પુનમના મેળા દરમિયાન લાખો માંઈ ભકતો આવનાર હોવાથી વાહન પાર્કીંગથી માંડી ટ્રાફીક અને સુરક્ષા સહિતની વ્યવસ્થા માટે પોલીસ દ્વારા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.

આવતીકાલ તા.12 સપ્ટેમ્બરથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાનારો છે. મોટાભાગના પગપાળા સંઘ અને પદયાત્રીઓએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ માઇભક્તોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે એ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. યાત્રિકો માટે જરૂૂરી માહિતી મળી રહે એ માટે ક્યૂઆર કોડની પણ સુવિધા ઉભી કરાઈ છે.

યાત્રિકોની ભીડને પહોંચી વળવા બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલીંગ ઉભી કરવામાં આવી છે. યાત્રાળુઓની લાઈનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. બહાર નિકળવાના માર્ગ શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાજા, હવનશાળાની બાજુનો ગેટ 7 અ, ભૈરવજી મંદિર તરફનો ગેટ નં.- 8 નિયત કરાયો છે.

ગેટ દ્વાર નં-7થી અંબાજી ગ્રામજનો, ફરજ ઉપરનો સ્ટાફ તથા પાસ ઈશ્યૂ કરેલ વ્યક્તિઓને પ્રવેશ અપાશે. ભૈરવજી ગેટ ધ્વાર નં.-9થી પાવડી પૂજાના બ્રાહ્મણો તથા સ્ટાફ પ્રવેશ કરી શકાશે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઈમરજન્સી એકઝીટ માટે માન સરોવર ગેટ નં.6 અને વી.વી.આઈ.પી. ગેટ નં.5 ઉપર વ્યવસ્થા કરાઈ છે.

દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલચેરવાળા, સીનીયર સીટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે.

અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદઘરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂૂ કરાઈ છે. આ મોહનથાળ બેસન, દૂધ, બનાસ ઘી, ખાંડ, ઈલાયચીથી બની રહ્યો છે. અહીં કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂૂ કરાઈ છે. પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે. ત્યાર બાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે.

વહીવટદારે જણાવ્યું હતું આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ માઈભક્તો માટે વિપુલ પ્રમાણમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે. અંબાજી ટ્રસ્ટ વતી હાલમાં 1000 ઘાણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 1 ઘાણ બરાબર 325 કિલો થાય, આમ આખા મેળા દરમિયાન 3 લાખ 25 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનશે. હાલથી પ્રસાદ સ્ટોક કરવાની કામગીરી શરૂૂ કરાઈ છે અને વધુ જરૂૂત પડશે ત્યારે વધુ પ્રસાદ બનાવવા માટેની પૂરતી તૈયારીઓ છે. અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભાં કરવામાં આવશે.

પબ્લિક એડ્રેસ અને સાઉન્ડ સિસ્ટમ
અંબાજી મંદિર સંકુલમાં ક્ધટ્રોલરૂમ ખાતે
મંદિર પરિસરથી બસ સ્ટેન્ડ સુધી
ગબ્બર ખાતે ક્ધટ્રોલરૂમ
તમામ હંગામી પાર્કિંગોમાં
બે હંગામી ભોજનાલયોમાં (દિવાળીબા ગુરૂ ભવન અને ગબ્બર તળેટી)
હંગામી પાર્કિંગ પ્લોટમાં

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
મંદિર સંકુલ, શ્રી 51 શક્તિપીઠ સર્કલ, ગબ્બર તળેટી-ઉતરવાના પગથિયા-પરિક્રમા ખાતે

પ્રસાદ કેન્દ્રોના લોકેશન

  • મુખ્ય પ્રસાદ કેન્દ્ર (મંદિર સંકુલ) HDFC-4
  • ગણપતિ મંદિર (મંદિર સંકુલ)-2
  • હવનશાળા આગળ (મંદિર સંકુલ)- 2
  • છ નંબર ગેટ પાસે (મંદિર સંકુલ). 1
  • ગબ્બર તળેટી (મંદિર સંકુલ)- 1
  • હવનશાળા આગળ યુનિયન બેંક-1
  • હવનશાળા આગળ બેંક ઓફ બરોડા - 1
  • શક્તિદ્વાર પાર્કિંગ - ઇંઉઋઈ બેંક - 1
  • ચીકકી પ્રસાદ (મંદિર સંકુલ) - 1
Advertisement
Tags :
Advertisement
Advertisement