ગોંડલ તાલુકાના ચરખડી અને વેકરી ગામ નજીક પ્રદૂષણ ઓકતા ધોલાઇ ઘાટ શરૂ થઇ ગયા
જેતપુરના સાડીના કારખાનનું પાણી પ્રદુષેણા જેતપુર શહેર તાલુકાની જમીનને બીન ઉપજાઉ કરી નાખવી તેવુ પ્રદુષણા હવે ગોંડલ તાલુકાની જમીનમાં થઇ રહ્યુ છે.
જેતપુર શહેર તાલુકાના સાડી કારખાનાના પાણી પ્રદુષણ કરતા ધોલાઇ ઘાટ હવે ગોંડલ તાલુકાના ચરખડી અને વેકરી ગામ આસપાસ આવી ગયા છે. આ ધોલાઇ ઘાટના પ્રદુષણ પાણી છાપરવાડી-2 ડેમમાં ઠલવાઇ રહ્યા છે.સાડી કારખાનાની સાડીઓના ધોલાઇ ઘાટ ગોંડલ તાલુકાના ચરખડી અને વેકરી નજીક થઇ ગયા છે. જેનુ પ્રદુષણ પાણી છાપરવાડી-2 ડેમા ઠલવાઇ રહ્યુ છે. ગોંડલ તાલુકામાં અગાઉ 2012-13ની સાલમા ધોલાઇ ઘાટ ધમધમતા હતા તે હવે પુન: શરૂ થઇ ગયા છે.
અને સાડી ઘાટનુ પ્રદુષણ પાણી છાપરવાડી-2ડેમમાં છોડવામાં આવી રહ્યુ છે.છાપરવાડી-2 ડેમના પાણીની ગોંડલ તાલુકા ના પશુપાલકો પોતાના માલઢોર નો પાણી પીવડાવવા ઉપયોગ કરી રહ્યા છે. ધોલાઇ ઘાટના પાણીથી ડેમનુ પાણી પ્રદુષિત થવા જળચર પ્રાણીઓ માછલા, કરચલા બોરેને માઠી અસર થાય છે. વળી ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં આ પાણી એકત્ર થવા ડેમના પાણી સાથે આ દુષિત પાણી ભૂગર્ભમાં પણ ઉતરે છે.
જેથી જમીન બગડવા સાથે ભૂગર્ભ જળ પાણી પ્રદુષિત થશે અને જેતપુર તાલુકાના ગામોમાં જે લાલ પાણીની સમસ્યા ઉભી થઇ છે. તેવી સમસ્યા ગોંડલ તાલુકામાં પણ થવાની છે. આ વિસ્તારમાં જે ધોલાઇ ઘાટ બનાવામાં છે. અને ધમધમે છે. તેની પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે સરકારી મંજૂરી લેવાઇ છે. કે કેમ? પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે સરકાર લોકહિતના ભાગે આવી મંજૂરી કઇ રીતે આપી શકે? તેવા સવાલો ઉઠી રહ્યાછે. આ બાબતે બોર્ડ અને સરકાર જાગે તેવી લોક માંગ ઉઠી છે.