વોર્ડ 13માં પાણીની લાઇન તૂટતા રાજકારણ ખેલાયું
રાત્રીના લાઇન તૂટયા બાદ લાખો લીટર પાણીનો વેડફાટ થયાનો વીડિયો કોંગ્રેસે વાયરલ કરતા સ્થાનિક કોર્પોરેટરો દોડ્યા
શહેરના વોર્ડ નં.13માં ગત રાત્રે સમયે મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જેના પગલે કોંગ્રેસના ભૂત પૂર્વ કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર સહિતનાએ સ્થળ ઉપર પહોંચી પાણીના બગાડનો વીડિયો વાયરલ કરતા ભાજપના કોર્પોેરેટર નીતિનભાઇ રામાણી સહિતનાએ ઇજનેરોને દોડાવી પાણી બંધ કરાવી મરમ્મતનું કામ ફુલ ઝડપે શરૂ કરાવ્યુ હતું. છતા કોંગ્રેસે વીડિયો વાયરલ કરતા ભાજપના કોર્પોરેટરોને દોડવુ પડ્યુ હતું. તેવી સ્થાનિકોમાં ચર્ચા જાગી હતી.
મેઇન હોલ ડ્રેમજ થતા ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જશે: જાગૃતિબેન ડાંગર
વોર્ડ નં.13માં ગઇકાલે રાત્રે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા આખી રાત રોડ ઉપર પાણીની રેલમફેલમ જોવા મળી હતી. લાખો લિટર પાણીનો વેડફાટ થતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સહિતનાએ સ્થળ ઉપર પહોંચી વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને શાસક કોર્પોરેટરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે સ્થળ ઉપર પહોંચી જણાવેલ કે, વોર્ડ 13માં અવારનવાર ડીઆઇ પાઈપ માં ભંગાણ એ નવી વાત નથી પણ ગઈ કાલે રાતે મોટું એકની લાાઈનમાં ભગાણ થયું એ તો સમજાય પણ નવું ડામર રોડનું કામ થયું જે તમે જોય શકો છો ડામર રોલ ચલાવાથી ભંગાણ થયું અને બીજી વાત હાલ ડ્રેનેજની મેઈન લાઇન નીકળીતી હોય તેનું મેઇન હોલ પૂરી રીતે ડેમેજ થયો છે અને ટોટલ ગંદુ પાણી પીવાની પાણીની લાઇનમાં એ પાણી જતું હોવાથી આગામી પાંચ દિવસ સુધી ગંદુ પાણી પીવા લોકોને મજબૂર થવું પડશે તંત્ર ની ઘોર બેદરકારી છે હાલ ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જતું રોકવામાં નિષ્ફળ ગયા છે આખા વિસ્તારમાં ગંદુ પાણી આવશે આથી વોટર વર્કસ વિભાગ દ્વારા આ મુદ્દે પાણીના નમૂના લઇ ઘટતુ કરવુ જોઇએ તેમજ મ્યુનિ. કમિશનર આ બાબત પગલા લે તેવી માંગણી કરી હતી.
તાબડતોબ રીપેરીંગ કામ શરૂ કરાવી સમસ્યા હલ કરી: નીતિન રામાણી
પીવાના પાણીની પાઇપ લાઇન તૂટયા બાદ કોંગ્રેસ દ્વારા પાણી વેડફાટનો વીડિયો વાયરલ થતા વોર્ડ નં.13માં 108ની છાપ ધરાવતા કોર્પોરેટર નીતિનભાઇ રામાણી ઘટના સ્થળે પહોંચી તાત્કાલીક ઇજનેરો અને વોટર વર્કસની ટીમને સૂચના આપી સ્થળ ઉપર હાજર કરી રીપેરીંગ કામ શરૂ કરાવ્યુ હતું. આ મુદ્દે નીતિનભાઇ રામાણીએ જણાવેલ કે, પાણીની લાઇનો તૂટવાની ઘટના આકસ્મીક હોય છે અને આ પ્રકારની ઘટનાઓ દરેક વોર્ડમાં બનતી હોય છે. લાઇન તૂટયા બાદ વિતરણ થતુ હોય ત્યાથી વાલ્વ બંધ કરવામાં આવે તો પણ લાઇન ભરેલી હોવાથી આ પાણીનો વેડફાટ થાય છે. તેવી જ રીતે રીપેરીંગ માટે પણ પાણીની લાઇન ખાલી કરવી પડી છે. ઘટનાની જાણ થતા જ તુરંત ઇજનેર સહિતનાઓને સ્થળ ઉપર બોલાવી જેસીબી દ્વારા જે સ્થળે લીકેઝ હતુ ત્યો ખોલકામ કરી તૂટેલી લાઇનના સ્થાને નવી લાઇન નાખવાનુ કામ પુર જોશમાં શરૂ કરવામાં આવ્યુ છે. નીતિનભાઇએ વધુમાં જણાવેલ કે, રાત્રીના સમયે લાઇન તૂટતા વહેલી સવારથી બપોર સુધીમાં પાણી વિતરણ થતુ હોય તેવા વિસ્તારને પાણી મળેલ નથી છતા રીપેરીંગ થયા બાદ ટાઇમ ટેબલ મુજબ તે વિસ્તારોમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવશે. જયારે સવારના જે વિસ્તારો બાકી રહી ગયા છે. તેવા વિસ્તારોમાં પણ એજ દિવસે પાણી વિતરણ થઇ શકે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ વિસ્તારના લોકોને રાત્રીના સમયે પાણી મળી જશે તેવી સંભાવના જોવાઇ રહી છે.