ગુજરાતમાં પટ્ટાનું રાજકારણ: પોલીસ શાસક પક્ષના ઇશારે કામ કરે છે એ કોઇથી છૂપું નથી
ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂૂના કાળા કારોબાર વિરુદ્ધ રાજકીય અને સામાજિક વલણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીના પોલીસ પરના તીખા નિવેદનથી શરૂૂ થયેલી આ ચર્ચા હવે ભાજપના વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીના સુરતમાં ડ્રગ્સ વેચાણ વિરુદ્ધના પત્ર સુધી પહોંચી છે. તો આ વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ દારૂૂ-ડ્રગ્સનો વિરોધ કરવાને લઈને કાનાણીને અભિનંદન પાઠવ્યા છે. તેથી સરકાર પોતે જ બેકફૂટ પર આવી ગઈ છે. એક તરફ વિપક્ષી નેતાઓ દારૂૂ-ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે સરકાર પર દબાણ લાવીને તેમની ટીકા કરી રહ્યાં છે, તો બીજી તરફ સરકારના જ ધારાસભ્યે સરકારને દારૂૂ-ડ્રગ્સ બંધ કરવા માટે પત્ર લખીને જવાબ માંગ્યો છે. નશાના દૂષણના મામલે રાજ્યમાં ઘમાસાણ નવેમ્બર 2025માં કોંગ્રેસના જન આક્રોશ યાત્રાથી શરૂૂ થઇ છે.
22 નવેમ્બરે વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામમાં યાત્રા દરમિયાન સ્થાનિક વાસીઓએ મેવાણીને થરાદ અને ટીમનગરમાં દારૂૂ અને ડ્રગ્સના મુક્ત વેચાણ વિશે ફરિયાદ કરી હતી. મેવાણીએ સ્થાનિક વાસીઓ સાથે થરાદ પોલીસ સ્ટેશન અને એસપી કાર્યાલયે આવેદન આપવા પહોંચ્યા હતા. તેમણે દારૂૂ-ડ્રગ્સ સામે પગલાં ભરવામાં કચાશ રાખવાને લઈને પોલીસને ખખડાવતા જાહેરમાં ખખડાવતા કહ્યું હતું કે, તમારા પટ્ટા ઉતરી જશે. આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપર પણ પ્રહાર કર્યા હતા. તો હવે આ મુદ્દે કુમાર કાનાણીના પત્રને લઈને પટ્ટા પોલિટિક્સ મુદ્દે કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે સુરતમાં ડ્રગ્સ-દારૂૂના મુદ્દાને લઈને અવાજ ઉઠાવનાર કુમાર કાનાણીને અભિનંદન પાઠવ્યા છે. તો બીજી તરફ તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતુ કે, પટ્ટા ઉતરી જશે તો પછી પેન્ટ પણ રહેશે નહીં.
તે ઉપરાંત ધાનાણીએ દૂષણ સામે અવાજ ઉઠાવનારા રાજ્યના લોકોને અભિનંદન પાઠવીને આવકાર્યા હતા. મેવાણીના સમર્થનમાં ગેનીબેન ઠાકોર જેવા અન્ય નેતાઓ પણ આવ્યા છે, આપના ગોપાલ ઇટાલીયાએ પણ ભુતકાળમાં હાલના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પોલીસ સાથે ઝપાઝપીમાં ઉતર્યાનો ભુતકાળનો કિસ્સો ટાંકયો છે. મેવાણીના આ નિવેદનથી પોલીસ વિભાગમાં રોષ ફેલાયો. 24 નવેમ્બરે થરડમાં વેપારીઓએ પોલીસના સમર્થનમાં દુકાનો બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. તે જ દિવસે પોલીસ પરિવારો અને જૂનિયર કર્મચારીઓએ મેવાણી વિરુધ્ધ રેલીઓ કાઢી, જેમાં જિજ્ઞેશ મેવાણી હાઈ હાઈ, પોલીસ પરિવાર જિંદાબાદ જેવા નારા લગાવાયા. વિરોધકર્તાઓએ મેવાણી પાસેથી માફી અને રાજીનામાની માંગ કરી હતી. મેવાણી સામે પોલીસ પરિવારો મેદાને પડયા અને ડીજીપીએ પણ સૌની ભાષામાં જવાબ આપ્યો હવે સત્તાવાળી પક્ષના દોરીસંચાર વગર ન બને. ગુજરાત હોય કે અન્ય રાજય, પોલીસ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહી છે એ કોઇથી છુપું નથી.