For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિકકા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ

11:42 AM Oct 13, 2025 IST | Bhumika
સિકકા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ગ્રામ્ય વિસ્તારમા રાજકોટ માહોલ ગરમાવા લાગ્યો છે. દરેક રાજકીય પક્ષ આગામી ચૂંટણીની તૈયારીમા લાગી ગયુ છે. ત્યારે જામનગર જીલ્લા ભાજપનેમોટો ઝટકો લાગ્યો હોય એવુ જોવા મળ્યુ હતુ.

Advertisement

સિકકા નગરપાલિકાના કારોબારી ચેરમેન તથા સાત કોર્પોરેટરોએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડયો હતો.આ જોડાણ થી જામનગર જિલ્લા માં કોંગ્રેસ ને નવી ઉર્જા અને બળ મળશે. કોંગ્રેસ આવનાર સમયમાં જામનગર માં એક મજબૂત વિકલ્પ નહીં, પણ એક મુખ્ય પક્ષ તરીકે ઉભરશે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને જિલ્લા કક્ષા ના નેતાઓ એ આ જોડાણનું સ્વાગત કરતા જણાવ્યું કે આ ફક્ત રાજકીય પરિવર્તન નથી, પરંતુ લોકહિત અને વિકાસ ને સમર્પિત વિચાર ધારા નો વિજય છે.જામનગર જિલ્લા કોંગ્રેસ ના સંગઠન માં આ નવા જોડાણ સાથે હવે સંગઠન વધુ સશક્ત બનશે, અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ એક નવી શક્તિ તરીકે પ્રગટ થશે.

કોંગ્રેસમાં જોડાયેલા નગર પાલિકાના અન્ય ભાજપ સભ્યો માં વલીમામદ મલેક , અસગર હુંદડા , જ્યોત્સ્નાબેન ગૌસ્વામી, રેશ્માબેન કુંગડા , મામદભાઈ કુંગડા , રોશનબેન સુંભણીયા અને ઝુબેદાબેન સુંભણીયા નો સમાવેશ થાય છે તેમ જામનગર જિલ્લા કોંગ્રસ પ્રમુખ મનોજ કથીરિયા એ જણાવ્યું હતુ. અમદાવાદના રાજીવ ગાંધી ભવન માં પ્રમુખ અમિતભાઈ ચાવડા ,ઉપરાંત લાલજીભાઈ દેસાઈ, મનીષભાઈ દોશી ની ઉપસ્થિતિમાં, જામનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજભાઈ કથીરિયા, તાલુકા પ્રમુખ ઇકબાલભાઈ સુમરા અને યુવા કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ ગોહિલ ની આગેવાની માં અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ એ કોંગ્રેસ પક્ષ માં વિશ્વાસ વ્યક્ત કરી જોડાણ કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement