ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસનું નવું અભિયાન ‘ઓપરેશન લુખ્ખા’

04:08 PM Nov 04, 2025 IST | admin
Advertisement

ભય ફેલાવનાર અસામાજિક તત્વો અંગે મો.નંબર 63596 29896 ઉપર માહિતી આપવા અનુરોધ

Advertisement

લુખ્ખાઓને સીધાદોર કરવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ ડંડા સજાવ્યા

શહેરમાં વધી રહેલી ગુનાખોરીને કાબુમાં લેવા અને અસામાજિક તત્વો અને લુખ્ખાઓને ભો-ભીતર કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને તેમની ટીમને આવા લુખ્ખાઓ અને અસામાજિક તત્વોને કાબુમાં લેવા એક્શન લેવાની શરૂૂ કર્યું છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર 63596 29896 જાહેર કર્યો છે. ક્રાઈમ બ્રાંચે લોકોને અપીલ કરી તેમનાં ઘર, ઓફિસ, નોકરી સહિતનાં સ્થળો આસપાસ ભય ફેલાવનાર કે લુખ્ખાગીરી કરનાર ઉપરાંત કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અસામાજિક તત્વો અને લુખ્ખાઓ અંગે જાહેર કરાયેલા વોટ્સએપ નંબર ઉપર જાણકારી આપવા અનુરોધ કર્યો છે. સાથોસાથ માહિતી આપનારનું નામ અને સરનામું સુરક્ષિત રાખવામાં આવશે રાજકોટ શહેરને અસામાજિક તત્વો અને લુખ્ખાઓથી મુક્ત કરાવવા નવા અભિયાનની શરૂૂઆત કરવામાં આવી છે.

મંગળા રોડ જાહેરમાં ફાયરીંગ કરી લોકોમાં ભય ફેલાવનાર તત્વોની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે. ત્યારે આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લુખ્ખાઓ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે. શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાજકોટ પોલીસે હવે લુખ્ખાઓ અને અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે અને ઓપરેશન લુખ્ખાના નામે પોલીસ મેદાને ઉતરી છે. ક્રાઈમ બ્રાંચ અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે. ક્રાઈમ બ્રાંચ સાથે તમામ પોલીસ મથકનો સ્ટાફ શહેરભરમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી લારીઓ-દુકાનો બંધ કરાવવાનું શરૂૂ કર્યું છે. ત્યાર પછી વધુ એક પગલું લઈ ક્રાઈમ બ્રાંચે હવે અસામાજિક તત્વો અને લુખ્ખાઓને ભો-ભીતર કરવા નવા અધ્યાયનો પ્રાંરભ કર્યો છે.

શહેરમાં લુખ્ખાગીરી કરતા લુખ્ખાઓ અને અસામાજિક તત્વોને કાબુમાં લેવા ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર 63596 29896 જાહેર કર્યો છે. કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર આવા શખ્સોની માહિતી ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર ઉપર આપવા રાજકોટના નાગરીકોને અનુરોધ કરી માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે. આ ઉપરાંત માહિતી આપનારને યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. આ અગાઉ પણ લુખ્ખાઓ વિરૂૂધ્ધ કાર્યવાહી કરવા માટે આ રીતે ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર જાહેર કર્યો હવે વધુ એક વખત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા લુખ્ખાઓએ માઝા મૂકી છે. શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે ત્યારે આ સ્થિતિમાં હવે લુખ્ખાઓને સીધાદોર કરવાની જવાબદારી કાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkot police
Advertisement
Next Article
Advertisement