For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝેરી દવા પી લેનાર યુવતીને ખભે ઉંચકી પોલીસ જવાને જીવ બચાવ્યો

12:22 PM Apr 17, 2025 IST | Bhumika
ઝેરી દવા પી લેનાર યુવતીને ખભે ઉંચકી પોલીસ જવાને જીવ બચાવ્યો

સુરતના સારોલી વિસ્તારમાં ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાની જાણ થતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ખેતરની ઓરડીમાં યુવતી બેભાન હાલતમાં જોવા મળી હતી. પોલીસવાન કે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી જઈ ન શકતા પોલીસકર્મીએ પોતાના ખભા પર યુવતીને ઉંચકીને પોલીસવાન સુધી પહોંચાડી હતી. જ્યારે રસ્તામાં જ એમ્બ્યુલન્સ આવી જતાં યુવતીને તેમાં હોસ્પિટલે પહોંચાડી હતી. યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો.

Advertisement

સુરતના સારોલીમાં 15 એપ્રિલના રોજ ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાનો પોલીસ કંટ્રોલરૂૂમમાં ફોન આવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે અજમલભાઈ વર્દાજી પોલીસવાન લઈને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં ખેતરમાં ઝૂંપડીમાં યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. જોકે, ખેતરમાં કાદવ-કીચડ હોવાથી એમ્બ્યુલન્સ કે પોલીસવાન પહોંચી શકે તેમ ન હતી, એટલે તાત્કાલિક અજમલભાઈ યુવતીને પોતાના ખભા પર ઉંચકીને પોલીસવાન સુધી લઈ ગયા હતા. આ પછી રસ્તામાં એમ્બ્યુલન્સથી યુવતીને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

રસ્તામાં લઈ જતી વખતે યુવતી ભાનમાં રહે તે માટે પોલીસકર્મીએ યુવતી સાથે સતત વાતચીત શરૂૂ રાખી હતી. તાત્કાલિક યુવતીને સારવાર મળી રહેતાં તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસની સી ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કર્મનીષ્ઠ પોલીસકર્મીની કામગીરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement