ચાલુ ટ્રેને ચડવા ગયેલા વૃધ્ધનો પોલીસમેને જીવના જોખમે જીવ બચાવ્યો
રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમા ચડવાની બેદરકારીના કારણે અકસ્માતના બનાવો અવાર - નવાર સામે આવતા રહે છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. રાજકોટ રેલવે જંકશન ઉપર ચાલુ ટ્રેને ચડવા જતા વૃધ્ધનો પોલીસમેને જીવના જોખમે જીવ બચાવ્યો હતો. દિલધડક ઘટનામા વૃધ્ધનો જીવ બચી ગયો હતો પણ ટ્રેન હેઠળ આવી જતા પગ કપાઇ ગયો હતો. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામા કેદ થઇ ગયો હતો. રાજકોટ રેલવે સ્ટેશન પર આજે સવારે પ્લેટફોર્મ નં ર ઉપર હાપા - દુરન્તો એકસપ્રેસ ટ્રેન ઉપડતી હતી ત્યારે ચાલુ ટ્રેનમા ચડતી વેળાએ વૃધ્ધ ફસડાઇ પડયા હતા. જો કે પ્લેટફોર્મ ઉપર હાજર રેલવે એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઇ ગોયલનુ ધ્યાન પડતા તેઓ દોડી ગયા હતા અને જીવના જોખમે વૃધ્ધનો હાથ પકડી લઇ તેમનો જીવ બચાવ્યો હતો. પરંતુ તેઓ પ્લેટફોર્મ નીચે સરકી જતા ટ્રેનમા પગ આવી જતા ડાબો પગ કપાઇ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને બહાર કાઢી તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા અને ત્યાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
વધુ તપાસમા ઇજાગ્રસ્ત યુવાન મુંબઇના મુલુન્ડ વિસ્તારમા કલ્પનગરીમા રહેતા નરેન્દ્રભાઇ મેઘજીભાઇ ભાનુશાળી (ઉ.વ. 69) નામના વૃધ્ધ હોવાનુ જાણવા મળ્યુ છે. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ ઉપર લગાવેલા સીસીટીવીમા કેદ થઇ ગઇ હતી.
આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ ઉપર લગાવેલા સીસીટીવીમા કેદ થઇ ગઇ હતી. પોલીસ કર્મચારીના સતર્કતાના કારણે વૃધ્ધનો જીવ બચી ગયો હતો અને મોટી દુર્ઘટના બનતી અટકી હતી.